શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલું છે.દાંતા તાલુકામાં નાના મોટા 180 કરતા વધુ ગામો આવેલા છે. 26 મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ ગામોમાં અને શહેરોમાં પણ હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળામાં બાળકોને અભ્યાસની સાથે -સાથે વાંચન, લેખન,રમતગમત અને ગરબા સહિતની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે.
દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકામાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને આદિવાસી બાળકો દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. અંબાજી નજીક પહાડી વિસ્તારમાં આવેલી જીતવાસ પ્રાથમિક શાળામાં પણ શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો શાળાના તમામ શિક્ષક અને આચાર્ય હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી