કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા પ્રાયોજના વહીવટદાર ની કચેરી અને સાબરડેરી ના સંયુક્ત ઉપક્રમે આજે શામળાજી ખાતે ગાયત્રી મંદીર હોલ ખાતે બોર્ડર વિલેજ યોજના હેઠળ ભીલોડા તાલુકાના 20 ગામો અને મેઘરજ તાલુકાના 11 ગામોનો સમાવેશ કરેલ છે
તે અંતર્ગત ભીલોડા તાલુકાના 14 ગામોના વીધવા મહિલા લાભાર્થી ની મીટીંગ યોજવામાં આવી ભીલોડા અને મેઘરજ તાલુકાના 437 વિધવા મહિલા લાભાર્થી ઓ ને ગાયો અને ભેસો આપવામાં આવેલ તે અંતર્ગત મીટીંગ નું આયોજન કરેલ જેમાં મીટીંગ નાં અધ્યક્ષ અરવલ્લી પ્રાયોજના વહીવટદાર દીપેશ કેડીયા આઈ એ એસ ની અધ્યક્ષતામાં કરવામાં આવેલ
અને સદર લાભાર્થી ઓ ને. એક લાભાર્થી દીઠ 67500 રૂપિયા ની સહાય આપેલ છે એવા 437 લાભાર્થી ઓ ને સહાય આપવામાં આવેલ છે ગાયો અને ભેસો પ્રાયોજના વહીવટદાર અને સાબરડેરી દ્વારા લાવવામાં આવેલ તે બાબતે માહીતી આપવામાં આવેલ સદર મીટીંગ માં પ્રાયોજના વહીવટદાર એ દુઘ નાં ધંધા વિશે અને પ્રાયોજના ઓફિસ સરકાર ની યોજના ઓ વિશે માહિતી આપવામાં આવેલ
આ મીટીંગ માં અરવલ્લી જિલ્લા પ્રાયોજના વહીવટદાર દીપેશ કેડીયા તેમહ પ્રાયોજના નાં પ્રોજેકટ અધિકારી પ્રિયેશાબેન પટેલ સાબરડેરી નાં પ્રોજેકટ મેનેજર ડો. વી. આર. પટેલ શામળાજી એમપીઓ ઇન્ચાર્જ હેમંત પટેલ શિક્ષણ વિભાગ નાં નીરૂબેન પટેલ તેમજ એમ પી ઓ સુપરવાઈઝર હર્ષવર્ધન જોઘ્ધા, રાહુલભાઈ પટેલ, મનિષ પટેલ, સહિત ના સુપરવાઈઝર મિત્રો હાજર રહેલા
તેમજ સાબરડેરી દ્વારા દુઘ નાં ધંધા વિશે દુઘ ની ગુણવત્તા વિશે દુઘ માં વધારો કઈ રીતે કરવો પશુ ની માવજત વિશે તમામ દુઘ ઉત્પાદકો ને માહીતી પુરી પાડેલ ડો વી આર પટેલ દ્વારા બોર્ડર વીલેજ યોજના વિશે માહિતી પૂરી પાડેલ અને ઇન્ચાર્જ હેમંત પટેલ દ્વારા સાબરડેરી ની વિવિધ યોજના ઓ વિશે પણ માહીતી પુરી પાડવામાં આવેલ…
આ મીટીંગ માં તમામ મહિલા લાભાર્થી મોટી સંખ્યામાં હાજર રહેલ અને ભોજન લઇ છુટા પડેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા શામળાજી એમપીઓ ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ તે બદલ તમામ શામળાજી એમપીઓ ની ટીમ નો પ્રાયોજના વહીવટદાર દીપેશ કેડીયા એ આભાર વ્યક્ત કરેલ.