મામલતદાર કરણસિંહ રાજપુતની અધ્યક્ષતામાં અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
વિભાગના અધિકારીઓ સાથે અરજદારોની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન ૩૬ અરજીઓનો હકારાત્મક નિકાલ
મુખ્યમંત્રીશ્રીના ઓનલાઈન-ઓફલાઈ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં હાલ “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. “સ્વાગત સપ્તાહ”ની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની ઉપસ્થિતિમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
મામલતદારશ્રી કરણસિંહ રાજપુતની અધ્યક્ષતામાં અંકલેશ્વર તાલુકા મથકે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૩૬ જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, આવાસ, ગટર, સરકારશ્રીની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ, જમીન માપણી, જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.