પચ્છેગામ રોડ પર કચરાના સામ્રાજ્યની લોકોમાં માંદગીનો ભય ગારીયાધાર તાલુકા વિસ્તારની ગારીયાધાર નગરપાલિકા ચર્ચામાં વારંવાર આવતી રહી છે .
ત્યારે ગારીયાધાર નગરપાલિકા નગરજનોને પાણી સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા છે . આમ પચ્ચેગામ વમાર્ગો પર જ્યારે હાલમાં ગારીયાધાર થી પચ્ચેગામ જતા માર્ગ પર કચરાના ગંજ જામ્યા હોય તેવા સ્થળ પરથી સમસ્યાઓ સામે આવેલી છે . જેને લઇને લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે .
જેમાં રોગ ચાળાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોય ત્યારે આ કચરાના ગંજ ના કારણે કોલેરા , મેલેરિયા, ટાઇફોઇડ સહિતના રોગોમાં વધારો થશે તો તેનો જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવું લોકો કહી રહ્યા છે . બીજી બાજુ લોકો વચ્ચે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચોક્કસ વિભાગના કર્મચારી ને મલાઈ ના મળતી હોવાથી કચરાની સમસ્યા હલ કરવામાં કોઈ રસ દાખવતા નથી
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર