Latest

કંટાળુ હનુમાનજીમાં સ્થિત સંત શ્રી આશારામજી બાપુ આશ્રમમાં અતિ જરૂરિયાતમંદ વનબંધુઓ માટે મહાવિશાળ સત્સંગ ભંડારો યોજાયો.4000 થી વધુ લોકો લાભાન્વિત..

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પ્રખ્યાત કંટાળુ હનુમાનજી (નવાગામ) (તાલુકો- મેઘરજ, જીલ્લો -અરવલ્લી..)… મંદિરની સામે સ્થિત સંત શ્રી આશારામજી બાપુ આશ્રમ કંટાળું હનુમાનજીમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ અમદાવાદ દ્વારા પૂજ્ય બાપુજીના ભક્ત- સાધક પરિવારના હસ્તે આ અંતરિયાળ વિસ્તારના જરૂરીયાતમંદ વનબંધુઓને સ્વેટરો, કપડાં,ગરમ ધાબળા; વાસણ, ખજૂર ,તેલ, રૂમાલ, અગરબત્તી,નાસ્તાના પેકેટ વગેરે અનેક જીવન જરૂરિયાતની સીઝનેબલ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

સાથે સાથે ભગવાન નું નામ સંકીર્તન ; સત્સંગ, સફળ જીવન જીવવાની પદ્ધતિઓ,યોગાસનો ,ધ્યાનનો પણ સાધ્વી પૂનમદીદીજી દ્વારા લાભ મળ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત 4000 થી પણ વધુ લોકો ભોજન પ્રસાદ પામીને લાભાન્વિત થયા હતા. સદર આધ્યાત્મિક સત્સંગ કાર્યક્રમમાં અહીંના ધારાસભ્ય શ્રી પી.સી. બરન્ડા ના ધર્મ પત્ની નિવૃત્ત નાયબ કલેક્ટર શ્રી ચંદ્રિકાબેન બરન્ડા ઉપસ્થિત રહ્યાં હતાં..અને એમણે પણ શ્રોતાઓ ને વિકાસ લક્ષી માર્ગદર્શન આપ્યું હતું..

ધન્ય છે આશારામજી બાપુજીના સાધકો -ભક્તો ને કે જે વાસ્તવિક વનબંધુઓની આવી રીતે સાર સંભાળ લે છે.
હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *