Latest

કન્યા કેળવણી મહોત્સવના આરંભે ભાવનગરની દીકરી ગાયત્રીકુમારીનું રાજ્ય સરકારની કન્યાઓ માટે કરેલાં પ્રદાન માટેનું પ્રભાવી વક્તવ્ય

દિકરી એટલે પિતાનાં ઘરને પ્રકાશિત કરતી એક નાનકડી દિવડી – ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ગાયત્રીકુમારી
૦૦૦૦૦૦
રાજ્યભરમાં યોજાઈ રહેલાં ૧૭ માં ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં રાજ્ય ક્ક્ષાના ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જિલ્લાનાં વિવિધ ગામડાઓની શાળાઓની મુલાકાત લઈ રહ્યાં છે.

આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગૂડેએ શહેરનાં વાલ્કેટ ગેટ પાસે આવેલ ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન રાજ્યભરમાં યોજાઇ રહેલ ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં ધો-૧માં પ્રવેશતા બાળકોનું શાળામાં સ્વાગત કરી તેઓને પુસ્તકો, બેગ તથા યુનિફોર્મ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે ભુતા રૂગનાથ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ગાયત્રીકુમારી આ તકે કન્યા કેળવણી અંગે જણાવ્ય કે, રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બની શકે છે, જ્યારે તે પોતાના ભૂતકાળનાં અનુભવો અને વારસાના ગૌરવો સાથે ક્ષણેક્ષણ જોડાયેલાં રહે. આપણે પોતે જ આપણો વારસો જાળવી રાખવાં આપણાં વારસાગત તહેવારો તેમજ પ્રણાલીઓને અપનાવવી પડશે તેમ તેના પ્રભાવી વક્તવ્યમાં જણાવ્યું હતું.

“ઓ હિંદ દેવ ભૂમી, સંતાન સૌ તમારા,
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં”

શ્રી ગાયત્રીકુમારી આ પંક્તિ દ્વારા સમજાવે છે કે, ભારત દેવોની ભૂમિ છે. ભારતનાં દરેક નાગરિક દેવી-દેવતાઓનાં સંતાન છે. સૌ નાગરિકો ભારતભૂમીને વંદન કરે છે. આ ભૂમિ વંદનને પાત્ર છે. અલબત્ત, ભારત દેશમાં વિવિધ ધર્મનાં લોકો રહે છે છતાં ભારત દેશમાં તમામ નાગરિકો ભાઇ-બહેન સમાન છે.

વધુમાં, કન્યા કેળવણી અંગે વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી અંગે ગંભીરતા દાખવી છે. વડાપ્રધાનશ્રી દ્વારા દીકરીઓ ભણે અને આગળ વધે તે માટે ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૫ નાં રોજ હરીયાણાનાં પાણીપત શહેરથી “બેટી બચાવો-બેટી પઢાઓ” યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના ત્યારબાદ તબક્કાવાર ભારતના ૧૦૦ થી વધુ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીનીએ પોતાની અંતરની વાત કરતાં જણાવ્યું કે,  દિકરી એ ટેન્શન નથી આપતી. આજના સમાજમાં દિકરી એ દસ દિકરા સમાન છે. દિકરી એટલે પિતાનાં ઘરને પ્રકાશિત કરતી એક નાનકડી દિવડી  છે. દરેક માતાઓનાં ગર્ભમાં વિકાસ પામતી દિકરીઓ માતાને કહેતી હોય છે કે,

“આંગળી પકડીને તારી ચાલવા દે, હે માં મને આ જગતમાં આવવાં દે,
તું  ભૃણનું પરીક્ષણ શાને કરાવે છે, તારી આકૃતિ ફરી સર્જાવા દે.
રાખડીની દોર કે ગરબાની તાળી, ઝંખનાનાં દિપ તુ ફરી પ્રગટાવવા દે.”

શ્રી ગાયત્રીકુમારી ભૃણ હત્યા થતી અટકાવવ ઉપસ્થિત લોકોને ઉપરોક્ત પંક્તિ થકી સમજાવે છે કે, દિકરી છે કે દિકરો એમ સમજી પોતાના બાળકને આવકારવું જોઇએ. આજના જમાનામાં દિકરો-દિકરી એક સમાન છે.

રાજ્ય સરકારશ્રી દ્વારા પણ દિકરીઓ આગળ વધે અને ઘરની ચાર દિવાલોની બહાર નિકળે તે માટે અનેક નવી નવી યોજનાઓ અમલમાં મૂકતી હોય છે. ‘વ્હાલી દિકરી યોજના’ થી માંડીને ‘સખી મંડળ’ સુધીની અનેક યોજનાઓ રાજ્ય સરકારે બહેનો માટે અમલમાં મૂકી છે.

વ્હાલી દિકરી યોજનાં અંતર્ગત દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪,૦૦૦/-ની સહાય, દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬,૦૦૦/-ની સહાય, દીકરી ૧૮ વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય તેમજ દીકરી પુખ્ત વયની થતાં ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

જેમાં તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે. દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

ઉપરાંત સખી મંડળ થકી રાજ્યની તમામ બહેનો પગભર બને તે માટે પ્રયત્નો રાજ્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યાં છે. સખી મંડળ થકી બહેનો જાતે પગભર થઇ ઘર ચલાવી રહી છે. ડેરી ઉદ્યોગથી ગૃહ ઉદ્યોગ સુધીની તમામ કામગીરીઓ ગામડાંઓની બહેનો કરી રહી છે.

આમ, “દિકરી વ્હાલનો દરીયો” છે. તેને ઉડવા દેવાનું આકાશ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ થકી આપ્યું છે. દીકરી ભણે, આગળ વધે તે માટે જ શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
ઉપસ્થિત મહાનુભાવોએ પણ આ દીકરીના વક્તવ્યની સરાહના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષણની જ્યોત સમાજમાં પ્રગટી છે તેના કારણે આવી નાની દીકરીઓ પણ ઉચ્ચ વિચારો રજૂ કરતી થઇ છે.
૦૦૦૦૦૦
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *