ભાવનગર જિલ્લાની ઉમરાળા તાલુકા મથકની કેન્દ્રવર્તી શાળા નંબર-2( કન્યા શાળા)માં 16 સપ્ટેમ્બર “વિશ્વ ઓઝોન દિવસ”ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત સામાજિક વિજ્ઞાન શિક્ષક વિજયસિંહ .એમ .ચૌહાણ દ્વારા ઓઝોન વાયુ નું સ્તર, પર્યાવરણીય પ્રદૂષણ ની અસરો, ઓઝોન સ્તરમાં ગાબડા તેમજ ઓઝોન સ્તરની જાળવણી અને જાગૃતિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
તેમજ પર્યાવરણ જાગૃતિ સંદર્ભે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ક્રમાંક ડાભી ચાંદનીબેન , બીજો ક્રમ જમોડ અંતરાબેન,અને ત્રીજા ક્રમે બારૈયા અંજલીબેન અને પરમાર ભાવિકાબેન રહ્યા હતા. તમામ સ્પર્ધકને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આચાર્ય નીતાબેન વેલાણી દ્વારા સામાજિક વિજ્ઞાન શિક્ષક વિજયસિંહ ચૌહાણ તેમજ તમામ સ્પર્ધકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર