Latest

આજરોજ તા.14/05/2023 ને રવિવારના રોજ વલભીપુર મુકામે કારડીયા રાજપૂત ભવનમાં વલભીપુર તાલુકાના કારડીયા રાજપૂત કર્મચારીઓની બેઠક યોજાઈ.

જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ તેમજ ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત કર્મચારી સંઘના પ્રમુખશ્રી રણજીતસિંહ મોરીના અધ્યક્ષ સ્થાને વલભીપુર તાલુકા કારડીયા રાજપૂત કર્મચારી સંઘની કારોબારીની સર્વાનુમતે રચના કરવામાં આવી.

જેમાં નીચે મુજબના સભ્યોની વરણી સર્વાનુમતે કરવામાં આવી. વલભીપુર તાલુકા કારડીયા રાજપૂત કર્મચારી સંઘ

પ્રમુખ…મહાવીરસિંહ ડી.ઘેલડા
ઉપપ્રમુખ…પ્રદીપસિંહ વી.મોરી
મહામંત્રી…સંજયસિંહ રાઠોડ
સહમંત્રી…ગજેન્દ્રસિંહ એ.રાઠોડ
ખજાનચી…હરેશભાઈ પી.ચૌહાણ
કા.સભ્ય…ઘનશ્યામસિંહ બી.સોલંકી
કા.સભ્ય…વિક્રમસિંહ બી.પરમાર
કા.સભ્ય…મયુરસિંહ એન.ઘેલડા
કા.સભ્ય…ઉદયસિંહ ડી.રાઠોડ
સલાહકાર-અગરસંગભાઈ બી.સોલંકી
સલાહકાર-અશોકભાઈ ડી.ચાવડા

આ સભ્યોની વરણી ને હાજર સૌ કર્મચારીઓએ વધાવેલ.ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત કર્મચારી સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ મોરીએ પ્રેરક પ્રવચનમાં ભાવનગર જિલ્લામાં નિર્મિત થઈ રહેલા માઁ ભવાની સંસ્થાન માં એક કર્મચારી તરીકે આર્થિક યોગદાન આપવા જણાવેલ.વનરાજસિંહ પરમારે(આચાર્ય ભૂંભલી માધ્યમિક શાળા)પોતાના વક્તવ્યમાં GRCA વિશે માહિતી આપેલ અને આગામી કેરિયર માર્ગદર્શન સેમીનારમાં સૌ વિદ્યાર્થીઓનું વધુ રજીસ્ટ્રેશન થાય તેવા પ્રયત્નો કરવા જણાવેલ અને માઁ ભવાની સંસ્થાન,ભાવનગર માં કર્મચારીઓની શુ ફરજ હશે તેના વિશે માહિતી આપેલ.

સમગ્ર બેઠકનું સંચાલન અને આભારવિધિ અગરસંગભાઈ સોલંકીએ કરેલ. આ બેઠકમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂતપૂર્વ શિક્ષક શ્રી અજીતસિંહ સોલંકી તથા ભાવનગર જિલ્લા કારડીયા રાજપૂત કર્મચારી સંઘના મહામંત્રી..દીપશંગભાઈ ચુડાસમાં..ઉપપ્રમુખ..ધીરુભાઈ તથા સલાહકાર..મનુભાઈ મકવાણા તથા હમજીભાઈ પરમાર હાજર રહેલ.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *