Breaking NewsLatest

કારડિયા રાજપૂત સમાજ વિષે ટીપણી કરવા ના વિરોધ માં સિહોર ખાતે ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા નું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યો.

કારડિયા રાજપૂત સમાજ વિષે ટીપણી કરવા ના વિરોધ માં સિહોર ખાતે ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત સમાજ વિકાસ મંડળના ઉપ-પ્રમુખ લાભુભાઈ સોલંકી (વલ્લભીપુર ) તેમજ ઘનશ્યામસિંહ મોરી ની આગેવાની માં આગેવાનો અને બહોળી સખ્યામાં યુવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા નું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યો.

મુકેશભાઈ લંગાળીયા ના નિવેદનથી રાજપૂત સમાજનાં યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે આગામી દિવસોમાં નવા જુનીના એધાણ દેખાય રહ્યા છે,

વિકાસ મંડળના ઉપ પ્રમુખ અને વલ્લભીપુર ભાજપ ના આગેવાન લાભુભાઈ સોલંકી એ આગામી દિવસો માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભાવનગર આવી રહ્યા તેમાં બહોળી સંખ્યા કારડિયા રાજપૂત સમાજ ના યુવાનો અને આગેવાનો એકઠા થઇ મુકેશ લંગાળિયા ને સસ્પેન્ડ કરવા આવેદન પત્ર પાઠવશે તેમ જણાવ્યું હતું .

સાથે તેમને યુવાનો ને જણાવ્યું હતું કે આવતીકાલે વિકાસ મંડળ ના પ્રમુખ અને કમિટી ની મિટિંગ બોલાવી આગળ ની રણનીતિ નક્કી કરવા માં આવશે.

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *