અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં એક પછી એક એમ વિવિધ હાઉઝીના આયોજનો થતા રહ્યા છે પરંતુ મોટા લેવલે પ્રથમ વખત 1.25 કરોડની મેગા બંપર હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી હાઉઝીનું આયોજન થયું હતું. આ એક ઐતિહાસિક આયોજન છે કેમ કે ગુજરાતમાં ક્યાંય એટલા મોટા પ્રકારે આયોજન નથી થયું. આ હાઉઝીની 5,500 જેટલી ટિકિટો વેચાઈ ગઈ હતી.
આ હાઉઝીમાં સૌથી સારી વાત એ હતી કે, ભાગ લેનારા દરેક વિજેતા જ છે. દરેકને 6500નું ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું. વિવિધ રાઉન્ડની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડની ટિકિટના રૂ. 150, બીજાની રૂ. 200, ત્રીજાની રૂ. 300 અને અન્ય રાઉન્ડની રૂ. 400 એમ વિવિધ ટિકિટોના દર નક્કી કરાયા હતા. તેની સામે દરેકને 6500ના ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. જેમાં માન્યામાં ના આવે તેમ 61 લાખ રૂપિયાના કેશ પ્રાઇઝ વિજેતાઓને આપવામાં આવ્યા હતા.
અમદાવાદની કર્ણાવતી ક્લબ દ્વારા આ હાઉઝીણું સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષ પહેલાં કર્ણાવતી દ્વારા બંપર હાઉઝી યોજાઇ હતી ત્યારે કોરોના બાદ આ મોટા લેવલે આયોજન કરવામાં આવ્યું હતું.
થીમ ડેકોરેશન કોઈ હાઉઝીમાં નથી જોવા મળતું પરંતુ આ હાઉઝીમાં મેમ્બર્સ અને પાર્ટીસીપેન્ટને મંત્રમુગ્ધ કરી તે પ્રકારે લાસવેગસ થીમ પર બંપર હાઉઝીનું સુંદર આયોજન સંપૂર્ણ મેનેજમેન્ટ સાથે કરવામાં આવ્યું હતું. હાઉઝીના 6 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. છેલ્લા બંપર રાઉન્ડની અંદર
પ્રથમ ફૂલ રાઉન્ડમાં 11 લાખ કેશ પ્રાઇઝ તેમજ 5 લાખની અન્ય ગિફ્ટ મળી 16 લાખના ટોટલ ઇનામો અને કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. આમ આ વખતે હાઉઝીનું સંપૂર્ણ મેનેજમેન્ટ સાથે સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ શ્રી એન.જી. પટેલે જણાવ્યું હતું કે, મેમ્બરને કોરોના પછી સૌથી સારો એક અવસર મળી રહે અને સૌથી વધુ આનંદ મળે તે માટે આ મોટી અને ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમ્બરે અને ગેસ્ટે મોટી સંખ્યામાં હાજર રહીને આ ઇવેન્ટ ને ખુબ જ સફળ બનાવી છે. તેમની દરેક બાબતોને ધ્યાનમાં રાખી સુંદર આયોજન અમે કર્યું હતું. અમદાવાદ આ ઐતિહાસિક ઇવેન્ટનું સાક્ષી બન્યું હતું.