પોતાના વાહન પર “એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ “નું બોર્ડ મારી કાયદા અને નિયમોનો સરેઆમ ઉલંઘન કરતા સરકારી કર્મી [નાયબ મામલદાર]સામે સરકારે શું લીધા પગલાં લેશે…..????
તાલુકા સ્વાગતમાં કરેલ અરજીનો જવાબ કંઇક અને હકીકત કંઇક……
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીએ લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ગુજરાતના સુવર્ણ મંદિર તરીકે ખ્યાતિ પામેલા અંબાજી મંદિરની વહીવટી બાબતો ને લઈ કર્મીઓ અવાર નવાર મીડિયામાં ચમકતા રહે છે.
ત્યારે અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેષ પંડ્યા ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યા છે .સરકારી કાયદા અને નિયમ અનુસાર હવે પોતાના વાહન પર સરકારી વાહન સિવાય કોઈ પણ પ્રકારના પદ કે હોદ્દા તેમજ કોઈ વિભાગ ના કર્મી તરીકે નું લખાણ પર પ્રતિબંધ હોવા છતાં અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેષ પંડ્યા પોતાના વાહનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ” નું બોર્ડ લગાવી ફરતા જોવા મળી રહ્યા છે.
જે બાબતે અંબાજી ના એક જાગૃત પત્રકાર અમિત પટેલ દ્વારા ઉપરોક્ત બાબતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં તા.૧૨/૦૩/૨૩ ના રોજ કરેલ અરજી નો તા.૨૦/૨/૨૪ ના રોજ આપેલા જવાબ માં પણ મામલતદાર શ્રી દ્વારા ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેષ પંડ્યા ને આ બાબતે જાણ કરી તાત્કાલિક ધોરણે બોર્ડ હટાવવા આદેશ કરાયા હતા.તેમ છતાં પણ હજુ સ્થિતિ જેમ ની તેમ જ બની રહેતા ,સરકારી કર્મચારી પોતેજ કાયદા ને ઘોળી ને પી જઈ કાયદા થી ઉપર હોય તેમ બોર્ડ લગાવી ફરી રહ્યા છે.જે બાબતે સરકાર શ્રી હવે શું પગલાં લેશે તે જોવું રહ્યું….. મિતેષ પંડયા ને વટ મારવાનો શોખ હોય છે
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી