અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે, અંબાજી ખાતે ભાદરવી મહા મેળાની શરૂઆત થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અંબાજી એસટી બસ સ્ટેશનમાં લગેજ રૂમ ના મંડપ બાંધવામાં આવતા આજથી અંબાજી બસ સ્ટેશનમાંથી મુસાફરોને બેસવા માટે બહારથી બસ પકડવી પડે છે. હિંમતનગર, ખેડબ્રહ્મા તરફ જતી બસો કૈલાશ ટેકરી નીચેથી ભરાય છે ત્યારે આજે સવારે 8:00 વાગે યેવલા બીડી થી કોટેશ્વર તરફ જતી રીક્ષા ઢાળ પાસે પલટી ખાઈ ગઈ હતી. એક મહીલા ગંભીર, ઘાયલોને ખાનગી વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
અંબાજી 108 ની ઘોર બેદરકારી, ઘાયલ લોકોએ ઘણા ફોન કર્યા તેમ છતાં 108 સમયસર આવી નહીં, ટોળેટોળા એકઠા થયા. માર્ગો પર ઘાયલ લોકો પડ્યા . રીક્ષા અંબાજીની સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મહીલા સામા પાંચમ ની પૂજા કરવા કોટેશ્વર જતી હતી અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જો સમયસર 108 આવી ગઈ હોત તો મહિલાનો જીવ બચી ગયો હોત. પિકપડાલા મા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા