લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે દિવાળી કે અન્ય તહેવારો આવે એટલે સામાજિક ધાર્મિક જેવી સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકોને ને પૌષ્ટિકીટ નું વિતરણ કરતી હોય છે
દિવાળી એટલે પ્રકાશ ખૂશી અને સ્નેહ નો તહેવાર જ્યારે આવા તહેવારોમાં નિસ્વાર્થ ભાવે જરૂરિયાત મંદ લોકોની સેવા કરવી એ જ આપણા જીવનની સાચી દિવાળી કહેવાય, ત્યારે હાલ લીંબડી ખાતે ચાલતી ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર પૌષ્ટિક કિટ નું વિતરણ કરવામાં આવ્યું ,
ઘઉં ચોખા ખાંડ ગોળ અને કઠોળ ઉપરાંત મીઠાઈ કપડા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાતમ આઠમ. ઉતરાયણ રક્ષાબંધન અને દિવાળી જેવા પાવન પર્વ પર પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં પણ આવે છે અને માસિક મીટીંગ દરમ્યાન સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી માહિતી અને કીટ પણ આપવામાં આવી હતી
આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડોનર મદદરૂપ થતા હોય છે લીંબડી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી કૃષ્ણસિંહ રાણા, યુવામોરચા ના મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા, પ્રહલાદસિંહ, મુકેશભાઈ લોલાડીયા, ગિરિશભાઈ પટેલ હરિકૃષ્ણ સુરાણી અને સંજયભાઈ સોલંકી વગેરે પોતાનું યોગદાન આપ્યું હતું કાર્યક્રમની અંતે ખૂશી ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રીમાળી વૈશાલી બહેન સૌ ડોનર નો આભાર તેમજ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂશી ફાઉન્ડેશન ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ લીંબડી