Latest

અંબાજીની કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં બીજો વાર્ષિક સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવ્યો

અંબાજીની કીડ્સ ગાર્ડન જુનિયર ઇંગલિશ મીડીયમ સ્કુલમા તાજેતરમાં બીજો વાર્ષિક સ્પોર્ટ્સ દિવસ ઉજવવામા આવ્યો જેમાં પ્લે ગ્રુપ થી લઈ એચકેજી સુધીના નાના-નાના બાળકોએ ભાગ લીધો હતો.નાના-નાના બાળકોએ પ્રથમ તો આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને પોતાની સરસ પ્રસ્તુતિ આપી હતી ત્યાર બાદ નાના બાળકોને રમતો રમાડવામાં આવી હતી.

બાળકોને ઉંમર પ્રમાણે રમતો રમાડવામાં આવી હતી જેવી કે રેસ, હોર્સ રેસ,રેડી ફોર સ્કૂલ,ફિલ ધ વોટર બોટલ વગેરે રમતો રમાડવામાં આવી હતી. રમતોના અંતે પ્રથમ આવેલ બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.બાળકોને રમત ગમત વિષે જ્ઞાન મળે અને બાળકો શારીરિક અને અને માનસિક રીતે મજબૂત થાય તે માટે દર વર્ષે કીડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ દ્વારા આ સ્પોર્ટ દિવસનું આયોજન કરવામાં આવે છે.

વાર્ષિક સ્પોર્ટ્સ દિવસના કાર્યક્રમ દરમિયાન કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલના સંચાલક રાખી શર્મા, હિમાંશી રાઠોડ અને પ્રિન્સિપાલ પૂજા ચાચા તથા સ્કૂલના સ્ટાફ અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્ર્મ ખુબજ સુંદર રહ્યો હતો.

રિપોર્ટ અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *