શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમગ્ર દેશમાં ગામેગામ સુધી રામ ભક્તિ જોવા મળી હતી,
ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ રામ ભક્તિ ઠેર ઠેર જગ્યાએ જોવા મળી હતી ,ત્યારે અંબાજી મૈત્રી સોસાયટીમાં આવેલી કીડસ ગાર્ડન સ્કૂલમાં નાના બાળકોએ રામભકિત અને વેશભૂષા સાથે સુંદર પાત્ર ભજવ્યા હતા.
આ શાળામા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અમારી [કિડ્સ ગાર્ડન જુનીયર સ્કૂલ] મા નાના-નાના છોકરાઓને શ્રીરામ નું ઇતિહાસ વિશે વર્ણન કયુઁ.એમણે બતાવ્યું કે શ્રીરામ કોણ હતાં, એમનું શું ઇતિહાસ હતું, આ ઐતિહાસિક દિવસ પર અમે બધાંએ “રામ જુલૂસ ” નિકાળ્યું હતુ.
આ રામ જુલૂસમાં અમે નાના-નાના બાળકોને દશરથજી ના સમસ્ત પરિવારના સદસ્યોનું રૂપ ધારણ કરાવ્યું. વાજતે- ગાજતે બધાં સદસ્યો સાથે રામ જુલૂસમાં સામેલ થયાં અને ખૂબ આનંદ માણ્યો હતો. શાળાના આચાર્ય પૂજા મેડમ સહિત તમામ સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરાઇ હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી