આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા સુત્રાપાડા તાલુકાનાં આલીદ્રા ગામે કિચન ગાર્ડન વિષે ક્ષેત્ર દિવસ ઉજવાયો. જેમાં ગામના 46 ખેડૂત મહિલાઓ તથા કિશોરીઓ એ ભાગ લીધો. જેમાં ત્રણ મહિના અગાઉ આલીદ્રા ગામ ના બહેનોને સુધારેલી જાતના શાકભાજીના બિયારણ જેવાકેચોળી,ભીંડા,ગુવાર,ગલકા,તુરીયા,રીંગણી,ટમેટી,મરચી,
તાંદળજો તથા સરગવાના બિયારણ અગ્ર હરોળ નિદર્શન ના ભાગ રૂપે આપેલા હતા. જેથી બહેનો એ વાવેતર કર્યું હતું અને આ કાર્યક્રમ માં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કેવિકે ના વિષય નિષ્ણાંત ડૉ.હંસાબેન ગામી દ્વ્રારા આહાર અને પોષણ નું મહત્વ, ફળ તથા શાકભાજીનો આહાર માં ઉપયોગ અને અભાવ થી થતાં રોગો વિષે સમજ આપવામાં આવી અને કેવિકે ના વડા શ્રી જીતેન્દ્ર સિંઘ દ્વ્રારા સાત રંગોથી ભરપૂર પોષણ થાળી ખાવા માટે કેટલા છોડ વાવવા જોઇયે તેના વિષે વિગતે માહિતી આપવામાં આવી. આખાય કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રીમતી હર્ષાબેન ઝાલા એ ખુબજ સહકાર આપ્યો હતો.