ગુજરાતના સુરત શહેરનો પણ ભારતના સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાં સમાવેશ થાય છે. હાલમાં સુરતની વસ્તી 65 લાખની આસપાસ છે, જે મુખ્યત્વે ઉધના જંકશન અને સુરત સ્ટેશન પર નિર્ભર છે.
સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલ્ફેર ટ્રસ્ટ ના સંસ્થાપક દિપક આર પાટીલ અને રેલ્વે પાસ હોલ્ડર એસોસિએશન ના પ્રમુખ સુનિલ એમ પાટીલ દવારા જણાવવામાં આવ્યું કે
સુરતમાં પરપ્રાંતીય સમુદાય મુખ્યત્વે ઉધના અને સુરતને અડીને આવેલા ગામોમાં રહે છે, જેમ કે ડિંડોલી ,લીંબાયત , ગોડાદરા , આસપાસ , પુનાગામ પર્વત ગામ , કુંભરીયા ગામ ન્યૂ ડીંડોલી , સનિયા, ખરવાસા નવાગામ , હરીનગર ,ઉધના વિસ્તાર કે જેની વસ્તી લગભગ 7 થી 8 લાખ છે. ભુસાવલ લાઇનથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ઉધના સ્ટેશન જવાને બદલે ડિંડોલી બાયપાસ કરે છે,
જે ડિંડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતી 7 થી 8 લાખની વસ્તી માટે ફાયદાકારક નથી. તે માટે અને રોજની અવરજવર કરતા લોકોની તકલીફ ને ધ્યાન માં રાખીને સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલ્ફેર ટ્રસ્ટ અને રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા માં. જનરલ મેનેજર સાહેબ પશ્ચિમ રેલ્વે ને તેમજ મા. રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જારદોષ, નવસારી ના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ , અને બારડોલી લોકસભા ના સાંસદ શ્રી પ્રભુ ભાઈ વસાવા અને PAC મેમ્બર છોટુભાઈ પાટીલ એમને પત્ર લખીને ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની માંગણી કરવામાં આવી.
જો ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની મંજૂરી મળે તો મોટી સંખ્યામાં આવતા યાત્રીઓ માટે સરળતા રહેશે અને તેનો સીધો લાભ જનતા ને મળશે માટે રેલ્વે વિભાગ ને ડીંડોલી ખાતે ફ્લેગ સ્ટેશન ની મંજૂરી મળવા વિનંતી કરવામાં આવી છે .