જામનગર, સંજીવ રાજપૂત: મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યના પાર્ટ-૦૧ માં દિપડાની અવર-જવર જોવા મળેલ છે. જેથી,
ખિજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક, જામનગર દ્વારા હિંસક પ્રાણીઓના રેસ્ક્યુની કામગીરી હેતુસર ખિજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ – ૦૧ વહીવટી કારણોસર બંધ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ પક્ષી તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખિજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ ૦૨ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે જેની નોંધ લેવા મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક જામનગરની યાદીમાં જણાવાયું છે.