શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી ખાતે 29 જાન્યુઆરીના રોજ સવારે પાંચ ગામ લેઉવા પાટીદાર ધર્મશાળામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
માં અંબાના ધામમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વસતા પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના પરિવારો દ્વારા તા.૨૮/૦૧/૨૦૨૩ અને ૨૯/૦૧/૨૦૨૩ના રોજ ૩૬ મો વાર્ષિક સ્નેહમિલન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા હતા. કિરીટ પટેલ અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ સમાજના કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પાટણના ધારાસભ્ય અને સ્નેહમિલનના મુખ્ય મહેમાન શ્રી કિરીટભાઈ સી. પટેલને સરદાર પટેલનો મોમેન્ટો તથા કુળદેવી શ્રી સુલેશ્વરી માતાની છબી આપીને સન્માનિત કર્યા તેમજ વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવેલ સમાજના યુવાઓને સતત ૧૨ વર્ષથી સમાજ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવે છે તે “સમાજ રત્ન પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો ત્યાર બાદ વિદ્યા ક્ષેત્રે સારા માર્કસ મેળવીને ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી