ધારાસભ્ય કસવાલાની જહેમતથી લીલીયા – પાંચતલાવડા રોડ માટે 14.50 કરોડ મંજૂર
સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈનો આભાર માનતા શ્રી કસવાલા
લીલીયા – પાંચતલાવડા રોડ 7 મીટર પહોળો બનશે : શ્રી કસવાલા
સાવરકુંડલા લીલીયા વિધાનસભા ક્ષેત્રમાં ના ભૂતો ના ભવિષ્યમાં રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરીને કામોની કાર્યદક્ષતા સાથે કામ કરવાની કુનેહને અદભુત સંયોગ આ વખતે ચૂંટાઈને આવેલા જન પ્રતિનિધિ મહેશભાઈ કસવાલાએ સાબિત કરી બતાવ્યો છે
અગાઉ પીવાના પાણીથી લઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટો જેમાં સ્પોર્ટ સંકુલ, રોડ રસ્તાઓ સહિતના કામો માટે સરકારશ્રી માંથી જોબ નંબર સાથેની મંજૂરી મેળવીને ધારાસભ્ય મહેશ કસવાલાએ ચૂંટણી ટાઇમે આપેલા વચનો બે વર્ષના ગાળામાં અઢળક કામો લાવ્યા છે
જેમાં લીલીયા તાલુકાના વિકાસ માટે વધુ એક મોર પીંછ ઉમેરવામાં સફળ રહ્યા છે. લીલીયા – પાંચતલાવડા રોડ ₹14.50 કરોડના ખર્ચે બનવા મંજૂરી મળેલ છે જેમાં હયાત 3.75 મીટર પહોળા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાની કામગીરી
તથા સ્ટ્રકચર વાઈડની રિંકન્ટ્રક્શનની કામગીરી અને સ્ટ્રેન્ધનીંગ કામો માટે રાજ્યના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રસ્તાને મંજૂર કરવા માટે સાવરકુંડલા – લીલીયાની જનતાવતી ધારાસભ્ય કસવાલાએ માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરા ની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.