Latest

લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાતા અન્નદાતા ખેડુતોને સહાય ચુકવવા રજુઆત

ધારાસભ્ય કસવાલા દ્વારા રાજયના કૃષી મંત્રીને કરાઈ લેખીત અને મૌખીક રજુઆત

શીંગ, કઠોળ અને કપાસની તબાહી, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી નિયમ મુજબની સહાય ચુકવવાની માંગણી કરતા શ્રી મહેશ કસવાલા

આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીની ઝડપથી સર્વે થવી જોઈએ : શ્રી કસવાલા

સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ૧૬/૧૦/૨૪ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, સાવરકુંડલા તાલુકામાં તાજેતરમાં ભારે અતિભારે વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ છે

ગત તા.૧૬-૧૦-૨૦૨૪ના રોજ સાવરકુંડલા તાલુકાના આંબરડી, થોરડી, દોલતી, આદસંગ, ગોરડકા, મેરીયાણા, છાપરી ઉપરાંત આજુબાજુ વિસ્તારમાં ખુબજ પવન સાથે અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોનો ખેતીનો પાક શીંગ, કઠોળ તેમજ કપાસના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે અને લીલા દુષ્કાળની સર્જાયેલી છે

જેથી ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ શકાય તે માટે થયેલ નુકશાનીનો તાત્કાલીક સર્વે કરાવી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા માટે અનેક ખેડૂતો દ્વારા અમોનેમૌખીક રજુઆત કરેલ છે. ઉપરોકત રજુઆત અન્વયે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી અને આર્થીક રીતે નુકશાન ન થાય તે માટે મારા વિધાનસભા મત વિસ્તારમાં ભારે વરસાદને કારણે તૈયાર થયેલ પાક નુકશાન થયેલ હોય જેનું સર્વે કરાવી તાત્કાલીક નિયમો મુજબની આર્થીક સહાય ચુકવવા માટે ધારાસભ્યશ્રી મહેશભાઇકસવાલાએ કૃષી મંત્રીશ્રીને રજુઆતમાં જણાવ્યુ હતુ તેમ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ શ્રી જે.પી.હિરપરાએ અખબારીયાદીમાં જણાવાયુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *