કપિલ પટેલ દ્વારા અમદાવાદ
-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે જીવનસાથી પસંદગી માટે એક નવતર પ્રયોગના ભાગરુપે 23 માર્ચ, 2025ના રોજ સર્વ સમાજ-જ્ઞાતિના 45થી વધુ વયના કુંવારા યુવક-યુવતીઓ, વિધુર-વિધવા, છૂટાછેડાવાળા, ત્યક્તા, સિનિયર સિટીઝનો માટે શામળાજીમાં ભગવાન શ્રીકૃષ્ણના સાંનિધ્યમાં દેવદર્શન, પિકનિક સાથે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.,
જેમાં સામેલ 355 યુવક-યુવતીઓ પૈકી 1૦ જણનાં લગ્ન નક્કી થયાં હતાં. લગ્ન ઇચ્છુક ભાઈઓ અને બહેનો પૂરતા સમય સાથે મુક્તપણે હળી-મળીને, પરસ્પર મીટીંગો દ્વારા વિચાર-વિમર્શ કર્યો હતો.ભાગ લેનાર તમામ ઉમેદવારો માટે ભોજનની તેમજ ચા-નાસ્તા ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી આ કાયકર્મ માં લાયન્સ
ક્લબ હેપ્પીનેસ ના ચાર્ટડ પ્રેસિડેન્ટ મહેન્દ્ર મોદી,ક્લબ ના પ્રેસિડેન્ટ કલ્પના સોની, મારુતિનંદન હોટલના તરૂણ બારોટ સંચાલિકા પારુલ મોદી,સેક્રેટરી શરદ મોઢ,શ્રી હસમુખ મોદી,હીના મોદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.