Latest

અરવલ્લી જિલ્લામાં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી


લોકોની સહાય કરતાં પોલીસ જવાનોને મળી લોકોની સહાય

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં વિજય દશમીના પવન પર્વ નિમિત્તે નવીન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત દરમ્યાન જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે લોકોનો આભાર માન્યો અને જણાવ્યુકે લોક ભાગીદારીથી બનનાર આ પોલીસ ચોકી ૨ માળની હશે જેને બનાવવાનો અંદાજિત ખર્ચ  રૂ. ૨૦ લાખ થશે. આગામી ૪ મહિનામાં આ પોલીસ ચોકી તૈયાર થઈ જશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે એ પણ જણાવ્યું કે શહેરીજનો, વડીલો અને વેપારીઓના માર્ગદર્શન અને સહયોગથી આ પોલીસ ચોકી તૈયાર થવા જઈ રહી છે. લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવશે. પબલીક એ જ પોલીસ છે અને પોલીસ એ જ પબલિક છે આ ભાવના લોકોમાં જળવાઈ રહે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ  સુભાષ શાહ , રેડકરોસ સોસાયટીના આગેવાન શ્રી ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *