ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા ડો વિક્રમ એ સારાભાઈ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ જેમાં વ્યાખ્યાનમાળામાં લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે આજે દેશના મહાન વૈજ્ઞાનિકોમાંના એક વિક્રમ સારાભાઈની 104મી જન્મજયંતિ છે. આ સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક કે જેને ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અવકાશ સંશોધન અને પરમાણુ ઉર્જા વિકાસ શરૂ કરવા માટે જવાબદાર છે.
સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ થયો હતો. તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણ્યા હતા, પરંતુ બાદમાં તેઓ ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિફ્ટ થયા હતા. સારાભાઈએ 1947માં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી હતી. PRLને ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. જેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી અને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ કરી.
તેમના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે આજે આપણા દેશમાં ISRO જેવી વિશ્વસ્તરીય સંસ્થા છે. સારાભાઈએ 1963માં વૈજ્ઞાનિકો સાથે મળીને એક નાનું રોકેટ અવકાશમાં છોડ્યું હતું. આ માટે તે તિરુવનંતપુરમના એક ગામ થુંબા ગયા હતા. જ્યાં ન તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો ત્યાં બનેલી ઓફિસમાં છત હતી.
આજે તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે. તેમણે NASAનો સંપર્ક કર્યો અને 1975માં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (SITE)ની સ્થાપના કરી હતી. આ કારણે ભારતમાં કેબલ ટીવીનો યુગ શરૂ થયો.
ભારત સરકારે તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
ડો. વિક્રમ એ. સારાભાઈ ની 104 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે જાગૃતિ માટે તારીખ 12/08/2023 થી 13/08/2023સુધી ઓનલાઇન ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું.
આ ક્વિઝ દ્વારા લોકોમાં ડો. વિક્રમ એ. સારાભાઈ તથા અવકાશ સંશોધન વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઓનલાઇન ક્વિઝમાં ગુજરાત ભરમાંથી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તેમના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇ.ડી પર ફોર કલર પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ડો. વિક્રમ એ. સારાભાઈ જન્મ જયંતી ઉજવણી પ્રસંગે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મ “ધ પાયોનીયર” બતાવવામાં આવેલ અને અંતમાં નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ આ તમામ કાર્યક્રમમાં કુલ 450 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડિનેટર વિજયભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવેલ હતું.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ