કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના લોકવાણી રેડિયો દ્રારા રેડિયો સોપાન ગૃપ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ. જેનો મુખ્ય હેતુ જમીનની સ્વાસ્થય સુધારણાનો હતો. આ મીટીંગમાં ૩૩ જેટલા ખેડૂત ભાઈઓ તથા ખેડૂત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
રેડિયો જોકી શ્રી કનકસિંહ સોલંકીએ જમીનની સ્વાસ્થ્યને લગતા અલગ-અલગ કાર્યક્રમો હવે પછી રેડિયો દ્રારા પ્રસારણ થવાના છે તેનું સમયપત્રક રજૂ કર્યું.
રેડિયો ઇન્ચાર્જ ડે. હંસા ગામીએ લોકવાણી રેડિયોના કાર્યક્રમો વિશે વિગતે વાત કરી. કેવીકેના વડાશ્રી જીતેન્દ્ર સિંહ દ્રારા પ્રાકૃતિક ખેતી થકી જમીનનુ સ્વાસ્થ્ય સુધારવા તથા ખેતી ખર્ચ ઘટાડવા વિશે માર્ગદર્શન આપ્યુ.
જી.એસ.એફ.સી.વડોદરાથી પધારેલ ડો.સુરેશ, રીચર્સ મેનેજર દ્રારા PROM (ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર) તથા સરદાર સુધન વિશે વિગતે વાત કરી. ત્યારબાદ શ્રી સંદિપ રાજગુરૂ, ડેપ્યુટી મેનેજરે જમીનની સ્વાસ્થ્ય સુધારણા તથા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ.
લોકવાણી રેડિયો ૯૦. ૪ (FM) આખાય વર્ષ દરમિયાન જમીનની સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમોનુ સતત પ્રસારણ કરવામાં આવશે તે દરેક ખેડૂત ભાઈઓને સાંભળવા માટે ભલામણ કરવામાં આવે છે.છેલ્લે રેડિયો સાંભળતા ખેડૂતો દ્રારા પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા. આ આખાય કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના શ્રી મેહુલભાઈ દીપકભાઈ કામળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.