આદિપુર : કચ્છ મહેશ્વરી સમાજના અગ્રણી અને મુન્દ્રા નગરપાલિકા સક્રિય નગરસેવિકા નયનાબેન કાનજીભાઇ સુરા (મહેશ્વરી ) અને ગાંધીધામ સંકુલના મહેશ્વરી સમાજ ના આજીવન અગ્રેસર શ્રી માવજીભાઈ સિંચ ના અવસાનથી સમસ્ત મહેશ્વરી સમાજ અને ગરીબ વિસ્તારના લોકસેવક ગુમાવ્યા નું જણાવી પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઇ દનીચા અને માનવતા ગ્રૂપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા એ સદગત ના નિવાસે મુન્દ્રા અને મહેશ્વરી નગર ખાતે ઉપસ્થીત રહી સદગત ની સેવાઓ નું સમરણ કરી તેઓએ કરેલા લોક હિત નાં કાર્યો નો ઉલેખ કરી પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી.
સ્વ.નયનાબેન વર્ષોથી કોંગ્રેસ સાથે અદ નાં કાર્યકર તરીકે જોડાયેલા રહ્યા હતા અને મહિલાઓની અનેકવિધ વિકાસશીલ પ્રવુતિઓમાં હંમેશા અગ્રેસર રહ્યા હતા. મુન્દ્રા મહેશ નગર અને સમગ્ર તાલુકાના અનેક પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત જાગ્રત રહી કોંગ્રેસ ને જાગ્રત રાખી હતી.
શ્રી માવજીભાઈ સિંચ ગાંધીધામ સંકુલના સમાજના પ્રશ્નોમાં હંમેશા માર્ગદર્શક રહી નેતૃત્વ પૂરું પાડયું હતું.તેઓ શ્રી ગણેશ સેવક સંઘ લુણી, શ્રી કારુંભા દાદા સેવા ટ્રસ્ટના અગ્રીમ સેવાધારી, ધાર્મિક લાગણીના આગ્રહી તેમજ સમાજની અનેક ધાર્મિક, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય સતત જાગ્રત રહી સેવા કાર્યોમાં પરોવાયેલા રહ્યાં હતા.
બને અગ્રેસરો ની વિદાય થી સમાજને ખૂબ જ મોટી ખોટ પડી હોવાનું જણાવી મુન્દ્રા કોંગ્રેસ ના શહેર પ્રમુખ શ્રી કપિલભાઈ કેસરિયા, નગરપાલિકા વિપક્ષી નેતા ઇમરાન જત્, એડવોકેટ કાનજીભાઈ સોંધરા,.સુરેશ ફફલ, મુકેશભાઇ ગોર , નારણભાઈ સોંધ્રા વગેરે એ શ્રઘ્ધાંજલિ અર્પિત કરી હતી. સાથે સાથે અનેક સામાજિક આગેવાનો એ પણ તેમના નિવાસસ્થાને જઇ શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.