જામનગર , સંજીવ રાજપૂત: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય, વિભાપર ખાતે બાળકો માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, જેન્ડર ઇક્વાલીટી, ગુડ ટચ એન્ડ બેડ ટચ, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી DHEW ની ટીમ દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.
ઉક્ત કાર્યક્રમમાં શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયના શિશુવિભાગના પ્રધાન આચાર્ય દમયંતીબેન અમરેલીયા, આચાર્ય હેમાંશુભાઈ પરમાર, DHEW ના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ, અસ્મિતાબેન સાદીયા, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.