Latest

માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા પ્રમુખ તરીકે કિરીટ બેન્કર અને મહામંત્રી તરીકે ૫રિમલ પટેલની સર્વાનુમતે વરણી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા. ૦૭-૦૯-ર૦ર૨ને બુધવારના ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની મળેલી સામાન્ય સભા મળી હતી. જેમાં ર૦રર-ર૩ના વર્ષ માટે શ્રી કિરીટ બેન્કરની પ્રમુખ તરીકે અને શ્રી પરિમલ પટેલની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ર૦૨૨-૨૩ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સર્વશ્રી પ્રવિણ બારોટ, શ્રી એચ. વી. ગોહિલ, શ્રી દેવાંગ મેવાડા, શ્રી જી. એસ. ઠાકોર અને શ્રી પી. પી. સોરઠીયા, સહમંત્રી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન સોની, ખજાનચી તરીકે શ્રી ધવલ શાહની નિમણૂંક કરવામાં આવી છે.

સંગઠન મંત્રી તરીકે સર્વ શ્રી પી. એચ. ચૌધરી (વડી કચેરી), શ્રી બી. ટી. ઠુમર (સૌરાષ્ટ્ર ઝોન), શ્રી યજ્ઞેશ પંડયા (મધ્ય ઝોન), શ્રી નરેશ પટેલ (દક્ષિણ ઝોન) અને શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.

કારોબારી સભ્યોમાં સર્વશ્રી પી. વી. મોઢ,  જયંતિભાઈ ચૌધરી,  સંજયસિંહ ચાવડા,  અક્ષય દેસાઇ,  વિપુલ ચૌહાણ,  જયેશ પુરોહિત,  સંજય રાજ્યગુરૂ,  દર્શન ત્રિવેદી, શ્રી મહેશ પટેલ,  મનોજ ખેંગાર, શ્રી હરીશ પરમાર,  શૈલેષ ગોહિલ,  શિરીન સૈયદ,  ફોરમબેન રાઠોડ અને  અનામિકા શ્રીમાળીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 561

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *