આશરે ૪૮ જેટલા ગામોને પોલીસ સ્ટેશન બનવાથી સીધો લાભ થશે
આજરોજ મહુવા તાલુકામાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે ઇ – લોકાર્પણ કરાયું હતું.
આ પોલીસ સ્ટેશન ખાતે બિન હાથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ૦૧, બિન હથિયારી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ૦૩, બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ ૧૯, બિન હાથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૩૨ અને ડ્રાઈવર ૦૧ મળી કુલ ૫૬ પોલીસ સ્ટાફના લોકો ફરજ બજાવશે.
આ ઉપરાંત કુંભણ, અમૃતવેલ અને માળાવાવ એમ કુલ ૦૩ આઉટ પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. જેથી મહુવા તાલુકાના કુલ ૪૮ જેટલા ગામોને પોલીસ ખાતાની સરતાથી સેવાઓ ઉપલબ્ધ બનશે