અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવી.
માનોનાં ધામ નો પણ છે અદભુત ચમત્કાર.
વેન્ટિલેટર પર તેમજ મરણપથારી એ પહોંચેલા દર્દીઓ થાય છે અહીં સાજા.
શક્તિ ,ભક્તિ અને પ્રકૃતિ ના ત્રિવેણી સંગમ એવા શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્ર સ્થાન છે ત્યારે અહી દરરોજ હજારો ની સંખ્યા ગરીબ થી માંડી તવંગર, રાજનેતા ,અભિનેતાઓ અને સંતો – મહંતો માં ના ચરણે શીશ નમાવવા આવતા હોય છે .
ત્યારે આજ રોજ ઉત્તર પ્રદેશ ના બરેલી જિલ્લા ના આવલા તાલુકા ના પ્રસિદ્ધ શ્યામ ધામ મનોના ધામ ના મહંત શ્રી ઑમેન્દ્ર મહારાજ પોતાના કાફલા સાથે માં અંબા ના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.જ્યાં મહંત શ્રી એ માતાજી ના શ્રી દર્શન પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
માનોના ધામ ના પણ છે અદભુત ચમત્કાર.
હારે કા સહારા ના નામ થી પ્રસિદ્ધ બાબા શ્યામ ના અનેક સ્થળે નાના મોટા મંદિરો આવેલા છે જેમાં મુખ્યત્વે રાજસ્થાન સ્થિત ખાટું શ્યામ ( સિકર ) અને ઉત્તર પ્રદેશ ના બરેલી જિલ્લા આમલા તાલુકા ના મનોના ગામ ખાતે આવેલ છે .જ્યાં બાબા શ્યામ હાજરા હજૂર છે . મનોના એ બાબા શ્યામ ની જન્મસ્થળી છે જ્યાં બાબા ના પરચા હાલ પણ લોકો અનુભવી રહ્યા છે. જેમાં પણ વેન્ટિલેટર પર હોય તેવા કે પછી મરણપથારી એ પહોંચ્યા હોય તેવા લોકો કે જેમની સારવાર કરતાં ડૉ.પણ થાક્યા હોય તેવા નિરાશ થયેલા લોકો ને પણ બાબા ની કૃપા થી જીવનદાન મળી રહ્યા ના પરચા છે.ત્યારે કળિયુગ માં ભગવાન શ્રી કૃષ્ણ ના વરદાન અને નામ થી પૂજાતા બાબા શ્યામ જીવન થી હારેલા નો સહારો બન્યા છે.
દિવસ – રાત લાગ્યો રહે છે ભક્તો અને દર્દીઓ ની ભીડ.
દાકતરી સારવાર થી થાકેલા અને નિરાશ થયેલા અનેક લોકો અહીં બાબા ના આશીર્વાદ મેળવવા વહેલી સવાર થી સાંજ સુધી લાઇન લગાવી ઊભા રહે છે.તે સિવાય હોસ્પિટલ થી એમ્બ્યુલન્સ માં પણ અમુક દર્દીઓ સીધા ઘરે જવાને બદલે બાબા ની આશીર્વાદ મેળવવા મનોના ધામ આવી પહોંચે છે જ્યાં મહંત શ્રી બાબા ને અરજ કરી બીમાર અને સારવાર થી નિરાશ બનેલા દર્દીઓ ને બાબા ના આશીર્વાદ થી સાજા કરી રહ્યા ના કિસ્સા સંભળાય છે.
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી