શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
તાજેતર માં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પુર્ણ થયો છે ત્યારે આજે દશેરા નિમિત્તે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ની અધ્યક્ષતામાં સમી પૂજન કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર થી ભટ્ટજી મહારાજ અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવિનપુરી સહિત મંદિર સ્ટાફ અને મહારાજ દ્વારા માન સરોવર ખાતે આવીને સમી ના ઝાડ નીચે મંદિરનાં શસ્ત્રો અને હથિયાર નું સમી પૂજન કરવામાં આવ્યું હતું આ વિધી વર્ષ મા એકવાર કરવામા આવે છે
અંબાજી પ્રહલાદ પૂજારી