વલભીપુરમાં આગામી 28.8. 2023 ને સોમવાર નાં રોજ સવારે 9 થી 12 દરમિયાન વલ્લભીપુર માં આવેલ શ્રી વાઘા સ્વામી મહારાજ ની જગ્યામાં પાટીવાડા વિસ્તારમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ શિહોર શ્રી મોંઘીબા ની જગ્યા ના મહંત શ્રી જીણારામજી મહારાજના માર્ગદર્શન અનુસાર તેમજ માનવસેવા ગ્રુપ વલભીપુર આયોજિત 35 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કેમ્પ ની અંદર આખનું નિદાન ફ્રી કરી આપવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે ને આંખ ની વેલ નું ઓપરેશન માત્ર સંસ્થા દ્વારા 3000 રૂપિયામાં કરી આપવામાં આવશે
તેમજ આંખના નંબરની તપાસ સંપૂર્ણ ફ્રી કરી આપી રાહત દરે ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવશે તેમજ આર્યુવેદિક કેમ્પ માં શરીર નાં કોઈપણ ભાગના દુખાવા. પેટના રોગો વા.વાયુ એસિડિટી જેવા રોગો. પેસોટી.પથરી.હરસ.મસા ફિશર ભગંદર તેમજ ચામડીના તમામ રોગ.સ્ત્રી રોગ. શરીરના અન્ય રોગોનું નિદાન ફ્રી કરી આપી 50% રાહતદરે સ્થળ પર જ આર્યુવેદિક દવાનું વિતરણ કરવામાં આવશે
તેમજ દાતાશ્રી દ્વારા મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરેલ છે ને આધારકાર્ડ ફરજિયાત સાથે લાવવું ને મોતિયાના ઑપરેશન માટે તે દિવસે રાજકોટ જવાનું રહેશે તો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે ને બીજાને લાભ લેવરાવે તેવી માનવસેવા ગ્રુપ વલભીપુર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર