કોલેજના યુવા મતદારોની બાઈક રેલી યોજાઇ
આણંદ, ગુરૂવાર – આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે કલેકટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારાઆણંદ ગ્રીડ પાસે આવેલ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન કરવાની જાગૃતિ આવે તે હેતુસર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કોલેજના યુવા મતદારો જોડાયા હતા.
આ બાઈક રેલીનું પ્રસ્થાન ૧૧૨- આણંદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી મયુર પરમાર અને સંસ્થાના સેક્રેટરી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ દ્વારા લીલી ઝંડી બતાવીને કરાવવામાં આવ્યું હતું.
મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મયુરભાઈ પરમાર એ જણાવ્યું હતું કે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે યુવા મતદારો ખાસ કરીને મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમ દ્વારા આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો અને ખાસ કરીને કોલેજના યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને લોકો મતદાન કરાવવા પ્રેરાય તે માટે આણંદ જિલ્લામાં આ પ્રકારની રેલીઓ અને મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં યુવા મતદારો મતદાન જાગૃતિ અભિયાનના પ્લે કાર્ડ હાથમાં રાખીને જોડાયા હતા. આ રેલી કોલેજ કેમ્પસ ખાતી થી નીકળીને ટાઉનહોલ ખાતેથી જલારામ મંદિર થઈ પીએમ પટેલ કોલેજ યોગી પાર્ક નેહરુ ગાર્ડન વિશાલ બેકરી થઈ ગ્રીન ક્રોસિંગ થઈ પરત કોમર્સ કોલેજ ખાતે પરત ફરી હતી.
રિપોર્ટ ભૂમિકા પંડયા આણંદ