Latest

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી

અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માઝમ જળાશય યોજનામાં રેડિયલ ગેટના મરામત અને સ્ટ્રેન્થનીંગની કામગીરી કરવા સારુ સરકારશ્રીમાંથી માઝમ ડેમમાંથી નદીમાં પાણી છોડવાની મંજુરી આપવામાં આવેલ છે. જે પરત્વે આવતી કાલે તા.૧૮-૦૪-૨૦૨૩ના સવારથી માઝમ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જે ક્રમશ: વધારીને ૮૦૦ થી ૧૦૦૦ ક્યુસેક્સ સુધી પાણી છોડવામાં આવશે.

અંદાજે ૧૦ થી ૧૨ દિવસ સુધી ડેમમાંથી પાણી છોડી જલ સ્તર ક્રેસ્ટ લેવલ સુધી લાવવાનું આયોજન છે. જેથી અરવલ્લી તેમજ ખેડા જીલ્લાના માઝમ નદીના કિનારે આવેલ નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તથા નદીના પટમાં અવર જવર ન કરવાની બાબતે જાણ કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *