અધિકમાસના પ્રારંભથી શિવઆરતી તેમજ પ્રસાદ વિતરણનનો લ્હાવો લઈ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે અતિપ્રાચીન એવું સ્વયંભૂ રામેશ્વર મહાદેવનું મદિર છેલ્લા બે માસથી ભક્તિધુનથી ગુંજી રહ્યું છે.અધિકમાસના પ્રારંભથી જ સેંકડોની સંખ્યામાં સમસ્ત ગ્રામજનો દ્વારા જગતકલ્યાણ અર્થે શીવધૂન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
મેઢાસણ ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરનું આ વિસ્તારમાં અનેરું મહત્વ છે.વ્યતીત પૂરષોત્તમમાસ તેમજ પવિત્ર શ્રાવણમાસમાં મેઢાસણ ગામના યુવાનો દ્વારા પ્રતિદિન સંધ્યા સમયે શિવઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.યુવાનો દ્વારા પ્રતિદિન ગર્ભગૃહને રંગોળીથી શણગારી સપ્રાંત વિષયોને સાંકડી દર્શનકરવા આવનાર ભાવિકભક્તોને પ્રવતમાન સ્થિતિ સાથે ભક્તિરસનો સુંદરસંદેશ આપવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં ચંદ્રયાન સફળતા પૂર્વક ઉતરાણ કરે તે હેતુથી ગ્રામજનો દ્વારા 108 જ્યોતની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેઢાસણ ગામ સહિત આસપાસમાંથી આવતા સેંકડો ભાવિકભક્તો ઉપસ્થિત રહી દેશના મહત્વપૂર્ણ કાર્યને સફળ બનાવવા પ્રાર્થના કરી હતી.
મહાદેવ મંદિર ખાતે છેલ્લા બે માસથી યોજાતા ભક્તિરસના કાર્યક્રમમાં પટેલ હર્ષદભાઈ .કે.તેમજ પટેલ નૈમેષભાઈ (રોમાભાઈ) જે.સહિત મંદિર પ્રશાસનના હોદ્દેદારો દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.