Latest

મેઘરજ તાલુકા ની કુનોલ આદર્શ પ્રાથમિક શાળા નો 76 મો જન્મદિવસ ભિલોડા ના ધારાસભ્ય પી સી બરંડા ના અધ્યક્ષતામાં યોજાયો

કપિલ પટેલ દ્વાર અરવલ્લી

મેઘરજ તાલુકા ના કુનોલ ગામમાં આદર્શ પ્રાથમિક શાળામાં 76 મી વર્ષગાંઠ આજે ભિલોડા મેઘરજ વિસ્તાર ના ધારાસભ્ય પૂર્વ આઈ પી એસ પી સી બરંડા ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય પી સી બરંડા તેમજ સાબરડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન અને મેઘરજ વિસ્તાર ના સાબરડેરી ના ડિરેકટર જ્યંતીભાઈ પટેલ તેમજ મેઘરજ તાલુકા ભાજપના પ્રમુખ ભુપતસિંહ ના વરદ હસ્તે ડિજિટલ કલાસ રૂમ નું ઉદઘાટન પણ કરાયું હતું

તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં  ભિલોડા મેઘરજ વિધાનસભા બેઠક માં  ભાજપ ના  પી સી બરંડા ની ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા સ્કૂલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

76 માં આદર્શ પ્રાથમિક શાળા ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલમાં સુશોભન સાથે શણગાર કરવામાં આવ્યો હતો તેમજ સ્કૂલમાં આવતા તમામ બાળકો ને શિયાળા ની ઠંડીમાં રક્ષણ મળે તે માટે ગરીબ અને મધ્યમવર્ગીય જનતા ના બાળકો ને સ્વેટર વિતરણ ધારાસભ્ય પી સી બરંડા તેમજ સાબરડેરી ના ડિરેકટર જ્યંતીભાઈ પટેલ અને ભાજપના પ્રમુખ અને સ્કૂલ ના આચાર્ય દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું  આમ સ્કૂલ ના જન્મોત્સવ ધામધૂમથી મનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *