Latest

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની દિવ્યાંગ બાળક પ્રત્યેની સંવેદનશીલતા

વેરાવળના દિવ્યાંગ બાળક શુભમ પાસે બાળક બની લાડ લડાવતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાંથી નહીં, પરંતુ હૃદયમાંથી વરસ્યો

શાળા પ્રવેશોત્સવ અને તેના કન્યા કેળવણી મહોત્સવના આજે બીજા દિવસે વેરાવળની શ્રી પે સેન્ટર શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ વખતે ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશ ભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવવા સાથે ચોકલેટ આપી હેત વરસાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનુજ સાંભળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક હતો, પરંતુ થોડા સમય પહેલા તેનું સરકારી ખર્ચે કોક્લીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલું છે. આ ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે બોલી પણ શકે છે. આ ઓપરેશન માટેનો ખર્ચો રૂ.૭ લાખ થી પણ વધુ થતો હોય છે

કાર્યક્રમ સ્થળે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રીશ્રીએ ખાસ રીતે તેને સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેને ચોકલેટ આપીને વ્હાલનો વરસાદ કર્યો હતો.

મંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં રહેલી કરુણા સંવેદનાની વાત કરી હતી. તેને વાસ્તવિક ધરા પર ચરિતાર્થ કરી બતાવી હતી.

આ રીતે, વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાંથી નહીં, પરંતુ હૃદયમાંથી વરસ્યો હતો.

મંત્રીશ્રીએ આ વાતને ફક્ત પ્રવચન પૂરતી સીમિત ન રાખતાં વાસ્તવિકમાં શુભમને બોલાવીને તેમની સહૃદયતા અને ઋજુતાનો પરિચય કરાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *