લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા
સાવરકુંડલા તાલુકા ને ગુજરાતના નકશામાં અંકિત કરવાના ધ્યેય સાથે વિકાસ કામોની વણઝાર
કોમ્યુનિટી હૉલ, પ્રોટેક્શન વોલ અને વેન્ટિલેટેડ કોઝવે, ગ્રામ પંચાયત ઘર સુદ્રઢ બનાવવા કસવાલાએ કમર કસી
સાવરકુંડલા રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય તો તે છે મહેશભાઈ કસવાલા, જેના ભાગરૂપે પીઠવડી -ધાર -કેરાળા ના રસ્તામાં પ્રોટેક્શન વોલ અને વેન્ટિલેટેડ કોઝવેના ૮૦ લાખના ખર્ચે કામનું ભૂમિ પૂજન તથા પીઠવડી ગામે કોમ્યુનિટી હોલ-૧૦ લાખ તથા મોટા જીંજુડા-ફાચરીયા- ધાર ગામે નવી ગ્રામ પંચાયત(ગ્રામ સચિવાલય)નું કુલ ૫૧ લાખના કામો તથા ફાચરીયા ગામે પાણીના સં૫,ચેકડેમ,વાસ્મો જેવી પીવાના પાણીની યોજનાઓ દ્વારા વિવિઘ વિકાસલક્ષી કામોનું ૧.૫૦ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
તેમજ નવી ગ્રામ પંચાયત બનતા લોકોને સુવિઘામાં વઘારો કરવામાં આવેલ છે. નવી ગ્રામ પંચાયતોની રચના થવાથી ગામડાઓના વિકાસને નવી દિશા મળશે. ગામના લોકોને જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રહેઠાણના દાખલા જેવા જરૂરી દસ્તાવેજો સરળતાથી મળી રહેશે. આ વિકાસ કાર્યથી ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિલ્લા ભાજપ અ.જા.મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલા,તા.પં.પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, તાલુકા ભાજ૫ પ્રમુખ શ્રી હિતેશભાઇ ખાત્રાણી,જી.પં.સદસ્યપતિ રાહુલભાઇ રાદડીયા,તા.પં.સદસ્યશ્રી મનુભાઇ ડાવરા,તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મુકેશભાઈ મહિડા,તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઈ ભાલાળા, ભાજ૫ અગ્રણી નારણભાઇ નાકરાણી તથા ગામના સરપંચશ્રીઓ તથા કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી લોકાર્પણ કાર્યક્રમને દિપાવ્યો હતો. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.