Breaking NewsLatest

મોદી કી ગેરંટી અભિયાન સંદર્ભે જામનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજુભાઈ ધ્રુવ

જામનગર, સંજીવ રાજપૂત: લોકશાહીમાં લોકોના અભિપ્રાય અને સૂચનોનું ઘણું મહત્વ હોય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષી આ વખતે લોકસભાની ચૂંટણી સંદર્ભે સંકલ્પ પત્ર તૈયાર કરતા પૂર્વે લોકોના સૂચનો અને અભિપ્રાય મેળવવાનું નક્કી કર્યું છે અને આ માટેની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જામનગરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે દેશના તમામ રાજકીય પક્ષ પોતાનું ઘોષણા પત્ર લોકો સમક્ષ મૂકે છે. આ વખતની લોકસભાની ચૂંટણી સંદર્ભે દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિક્સિત ભારતનું સપનું સાકાર થવા જઈ રહયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘોષણા પત્રમાં શું હોવું જોઈએ તે અંગેના સૂચનો પ્રજાજનો પાસેથી મેળવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

રાજુભાઈ ધ્રુવના જણાવ્યા અનુસાર દેશના નાગરિકો પાસેથી વિક્સિત ભારતના સપનાને સાકાર કરવાના સૂચનો લેવામાં આવશે અને યોગ્ય સુચનોને ઘોષણા પત્રમાં સામેલ કરવામાં આવશે.

પત્રકારોને સંબોધન કરતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સપનાને સાકાર કરવાના હેતુસર જનતા પાસેથી સૂચનો લેવામાં આવશે.

રાજુભાઈ ધ્રુવ એમ પણ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે જનતાના સુચનો માટે મોબાઇલ નંબર 9090902024 જાહેર કર્યો છે. આ નંબર પર મિસ કોલ કરી 30 સેકન્ડમાં પોતાના સુચનો નોંધાવી શકાશે.

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરતુ હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરીના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે. લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે જીલ્લા- મહાનગરના મુખ્ય સ્થાનો,કોલેજો સહિત સ્થળોએ સૂચન પેટી મુકાશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટીની વિડિયો વાન દરેક લોકસભામાં મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. 2014 અને 2019ના સંકલ્પ પત્રમા આપેલા વચનોમાથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે તેમ પણ રાજુભાઈ ધૃવે જણાવ્યું હતું.

એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પુર્ણ કરવા માટેનો સંકલ્પ. ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે એટલે જ આજે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે.

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાને અનુરોધ કરતા રાજુભાઈ જણાવ્યું હતું કે વધુમા વધુ લોકો તેમના સુચનો મોકલે. અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું.

આ તબ્બકે જામનગર શહેર – જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ પાસેથી પણ સૂચનો લેવામાં આવેલ હતા.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઈ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, ડો. વિનોદ ભંડેરી, ગોપાલ સોરઠીયા, ૧૨ લોકશભા મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, ૭૯ વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ દીપાબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *