કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુરુબિન જ્ઞાન નહીં આદિ અનાદિ કાળ થી ચાલી આવતી ગુરુ અને શિષ્ય ના ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરુપૂજન કરી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવવા માટે હિન્દૂ સમાજમાં ગુરુપૂર્ણિમા નું અનેરું મહત્વ હોય છે
ત્યારે મોડાસા તાલુકાના મેઢાસણ નજીક તારાપુર આશ્રમમાં બ્રહ્મલીન મોહનરામ બાવજી ના આશ્રમ ખાતે લક્ષમણ રામ બાવજી ના સાનિધ્યમાં આષાઢી માસ ની સૌથી મોટી ગુરુપૂર્ણિમા સોમવારે 3 જુલાઈ ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ દરવર્ષ ની જેમ ઉજવવામાં આવશે આ આશ્રમમાં ઉત્તર ગુજરાત મધ્યગુજરાત સુરત મુંબઈ અને અમદાવાદ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં શિષ્યો ગુરુપૂજન કરી ગુરુ ના સાથે સત્સંગ નો લ્હાવો લેતા હોય છે ત્યારે આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ને લઇ ને તડામાર તૈયારીઓ શરૂ કરી છે