અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ નો મામલો વધુ વિખર્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ અંબાજી મંદિર પહોંચ્યું હતું.
ત્યારે અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ ચાલુ કરવા સત્તાધારીઓને રજૂઆત કરી છે. તો સાથે સાથે સરકાર હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાના અને અધિકારીઓ જૂની પરંપરા તોડી મનમાની સામે અને મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતો કરવા આજે પહોંચ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલ અંબાજી મંદિર પહોંચતા માતાજીના દર્શન કર્યા હતા અને હેમંત રાવલે નિવેદન આપ્યું હતું કે ચીક્કી માફિયાઓ ને પૈસા કમાવા અને ફાયદો કરાવવા માટે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે.
મોહનથાળ પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષ છે. ત્યારે અંબાજી 300 જેટલી બહેનોની રોજગારી પણ છીનવાઈ છે .તો સાથે સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલું મોહનથાળ પ્રસાદ બંદ ને લઈ વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિર મા મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી