Breaking NewsLatest

રામચરિત માનસ એ પંચામૃત છે :મોરારીબાપુ


રામકથાનો છઠ્ઠો દિવસ માતાજીના ગરબે ઘુમીને ભાવિકોએ ઉજવ્યો.
મહુવા

અરબી સમુદ્રના તટે માં ભવાનીનું બેસણું અને ત્યાં માતાજીની ગુણગાથાનું અનુષ્ઠાન એટલે ‘માનસ: માતુ ભવાની’ .પૂ. મોરારીબાપુએ શારદીય નવરાત્રીમાં માતાજીના અનુષ્ઠાનના આજે ચોથા નોરતે આબાલવૃદ્ધ સૌને ગરબાની મોજ કરાવીને રામકથાના છઠ્ઠાં દિવસનું સમાપન કર્યું.

પુ. મોરારીબાપુ હંમેશા કહેતાં રહ્યાં છે કે કથાગંગા જ્યાં લઈ જાય ત્યાં વક્તા જતાં હોય છે.આ અનુભૂતિનો સંચાર ‘માનસ માતું ભવાની’માં જોવાં મળે છે. બાપુએ કથા પ્રવાહના અમીછાંટણા અસ્ખલિત વહેવડાવતા કહ્યું કે રામચરિત માનસ એ આપણાં પૂજન, અર્ચન માટેનું જાણે કે પંચામૃત છે,પંચ તત્વ છે. શિવ ચરિત્ર એ બીજુ અમૃત છે. સતી‌ અગ્નિ ખરેખર રામરૂપી અગ્નિમાં સમાઈ ગયાં છે રામ નામ એ સ્વયમ અગ્નિ છે.

તેની પાછળ ચંદ્ર છે એટલે કે તે ચંદ્રવંશનું પણ અમૃત છે. આજે રૂખડનો જન્મદિવસ છે. રામચરિત માનસને આપણે શોપિંગ મોલ પણ કહીએ તો પણ ખોટું નથી.આમ તો ત્યાં પહોચો તો જે ચીજ ની જરૂર હોય તે તમને સરળતાથી ઉપલબ્ધ થાય છે.

બાપુએ ભવાનીના ત્રણ રૂપો દર્શાવ્યાં હતાં. જેમાં કાળિકા, સરસ્વતી અને મહાલક્ષ્મી અને બધા જ રૂપો પોતપોતાનું ત્રિરૂપા એવું દાયિત્વ સંભાળે છે. મહાલક્ષ્મીના રૂપોને આપણે ત્રણ રીતે મૂકી શકીએ. ભોગ, દાન અને નાશ. જે પ્રકારની લક્ષ્મી છે તેમ તેની ઉપયોગીતા . માં લક્ષ્મીના ઉપયોગ આ બધી રીતે થાય છે. લક્ષ્મી ત્રણ પ્રકારે સ્થિત પણ છે. તેમાં આવે છે ચાપલ્ય, ઉદારતા અને પરમના શરણમાં સદા રહેવું.

બાપુએ આજે શિવ વિવાહનો પ્રસંગ આવતીકાલ પર મૂકીને આજે તેની પૂર્વ સંધ્યાએ ગરબા ઉત્સવ કરાવ્યો હતો. આખા એ સવા લાખ ચોરસ મીટરના પંડાલમાં સૌ ભાવિકોએ પોતપોતાની રીતે ગરબાની મોજ માણી હતી. આ ગરબાના ગાયનમાં આ.સુશ્રી જયશ્રી દીદી અને લક્ષ્મણભાઈ બારોટ પણ સંમેલિત થયાં હતા.

સતી પાર્વતીને સંશય થાય છે અને આ સંશયને તોડવા તેઓ જાતે ભગવાન રામ પાસે જવાં નીકળે છે.ત્યારે રામ, લક્ષ્મણ, જાનકી તેની પાછળ આવે છે.સતીનો બ્રહ્મત્વનો સંશય તૂટી જાય છે. આખરે જ્યારે મહાદેવ પાસે આવે છે તો થોડી લજ્જાનો અનુભવ થાય છે.ભગવાન રામ મહાદેવમાં સમાવિષ્ટ છે. પછીની કથાનુ ત્યાં સમાપન થાય છે.

 

બાપુએ રામચરિત માનસના માધ્યમથી સમગ્ર સમાજને સાથે જોડાઈ જવા વિશેષ અપીલ કરી હતી. સાથે સાથે રાસાયણિક અને ઝેરથી મુક્ત પ્રાકૃતિક ખેતીનો અનુરોધ કર્યો. બાપુએ એમ કહીને આપણાં રાજ્યપાલ મહામહિમ્ન આ.શ્રી દેવવ્રતજીને પણ યાદ કર્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *