Latest

અમદાવાદમાં ધ ફર્નમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, ધ ફર્ન એલિસબ્રિજનો થયો શુભારંભ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડન્સીનું થયું ઉદ્ઘાટન. ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, જે ભારતની અગ્રણી પર્યાવરણ સંવેદનશીલ હોટેલ ચેઇન છે. તેણે હોટેલ ઈન્દર રેસિડન્સીને ધ ફર્ન રેસિડન્સી, એલિસબ્રિજ, અમદાવાદ તરીકે રિબ્રાન્ડ કરીને ઉદ્ઘાટન કર્યું છે. આ અમદાવાદમાં બીજી ફર્ન રેસિડન્સી છે અને ગુજરાતમાં ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા સંચાલિત પ્રોપર્ટીની સંખ્યા 30 સુધી પહોંચી ગઈ છે.

આ હોટેલ અમદાવાદના વ્યાપારિક વિસ્તારમાં સ્થિત છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી માત્ર 12 કિમી, કાલુપુર રેલવે સ્ટેશનથી 5 કિમી અને ગીતા મંદિર બસ ટર્મિનલથી 4 કિમી દૂર છે, જે પ્રવાસીઓ માટે સરળતાથી પહોંચવા યોગ્ય છે.

આ હોટેલમાં 83 રૂમ અને સુટ્સ છે, જે તમામ આધુનિક સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. દરેક રૂમમાં હાઈ-સ્પીડ Wi-Fi, LED ટેલિવિઝન, ડિજિટલ ઇન-રૂમ સેફ, ચા અને કોફી બનાવવાની સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ બાથરૂમની સુવિધાઓ છે.

મહેમાનો વિવિધ ડાઇનિંગ વિકલ્પોમાં મજા માણી શકે છે. ખાના ખજાના મહેમાનોને આખો દિવસની મલ્ટી-ક્યુઝિન અનુભવ આપે છે, જેમાં સ્વાદિષ્ટ બફેટ અને આ લા કાર્ટ મેનૂ શામેલ છે. 24 કેરેટ – રાઉન્ડ ધ ક્લોક કેફે આંતરરાષ્ટ્રીય પ્રેરિત મેનુ સાથે 24 કલાક સેવા આપે છે, જે નાસ્તા અને વૈશ્વિક ભોજન માટે યોગ્ય છે.

મહેમાનો માટે 24 કલાક ઇન-રૂમ ડાઇનિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અન્ય સુવિધાઓમાં તાજગીભર્યો સ્વિમિંગ પૂલ (જલ્દી જ ખુલશે), સ્પા અને સજ્જ જિમનો સમાવેશ થાય છે. હોટેલમાં ક્રિસ્ટલ – I, II અને III અને એમરાલ્ડ 1,180 થી 3,680 ચોરસ ફૂટ સુધીના મીટિંગરૂમ અને બેન્ક્વેટ સુવિધાઓ છે, જે સામાજિક અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે આદર્શ સ્થળ છે.

ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર, સુહેલ કન્નામ્પિલીએ ઉદ્ધાટન પ્રસંગે જણાવ્યું,”અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિ મજબૂત બનાવવા આ નવી પ્રોપર્ટી ઉમેરીએ છીએ, જે ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ગુજરાતમાં ચાલી રહેલા વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રજૂ કરે છે.

ગુજરાતે બિઝનેસ અને ટૂરિઝમ બંનેમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોઈ છે. અમે અમદાવાદના જીવંત બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારતા, ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને મહેમાન-કેન્દ્રિત આતિથ્ય સેવા પ્રદાન કરવાની અમારી દ્રષ્ટિ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જે શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણોને પ્રતિબિંબિત કરે છે.”

ઇન્દર હોટેલ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર્સ, તહીલરામ પરિમલ આવટાણી અને ઇન્દર તહીલરામ આવટાણીએ જણાવ્યું, “અમે ઇન્દર રેસિડેન્સીને ધ ફર્ન રેસિડેન્સી, એલિસબ્રિજ, અમદાવાદ તરીકે રિબ્રાન્ડ કરીને ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ સાથે ભાગીદારીની જાહેરાત કરતા આનંદિત છીએ. આ ભાગીદારી શ્રેષ્ઠતા માટેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, અને અમને વિશ્વાસ છે કે ધ ફર્નના વિશ્વસનીય બ્રાન્ડ હેઠળ, અમારા મહેમાનો અસાધારણ સેવા અને અમદાવાદ માટે પ્રખ્યાત ગરમજોશી આતિથ્ય સત્કારનો અનુભવ કરશે.”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 595

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *