Latest

મધ્યપ્રદેશના મંત્રી બ્રજેન્દ્ર પ્રતાપસિંહએ અંબાજી મંદિરના દર્શન કર્યા

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર માં ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોઈ નેતાઓ પણ માતાજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે

આજે સાંજે આરતીમાં મધ્યપ્રદેશના ખનીજ અને શ્રમમંત્રી માતાજીના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિર ની સુંદરતા જોઈને ખુશ થયા હતા. અંબાજી મંદિરની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇટેક પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે કાંકરેજ સીટ માટે મધ્યપ્રદેશના મંત્રી પ્રચાર કરવા આવ્યા હતા અને ભાજપ જંગી બહુમતીથી જીતે તેવી તેમને મતદારોને અપીલ કરી હતી.

આજે અંબાજી મંદિર ખાતે આવેલા મંત્રીએ જણાવ્યું હતું કે મેં અંબાજીનું નામ ઘણું સાંભળ્યું હતું પણ પ્રથમ વખત હું માતાજીના દર્શન કરવા આવ્યો છું અને ગુજરાતના મતદારોને અપીલ કરું છું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપને વોટ આપો અને ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર બનાવો તેવું તેમને જણાવ્યું હતું. તેમની સાથે મહેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ જોશી,હંસપુરી ગોસ્વામી,અરવિંદજી ઠાકોર અને બાદલ જોશી સહિત જયેશભાઈ જોષી મહારાજ હાજર રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *