Latest

સતત મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ અને અવનવા ઈનોવેશનથી ઘબકતી જીવંત શાળા એટલે શ્રી ચાચરીયા પ્રાથમિક શાળા…..

 

” રોટલી સ્પર્ધા ”
( સેવા,સંવેદના,મૂલ્યો અને જીવનલક્ષી કૌશલ્યોની ખીલવણી…..આજ સાચી કેળવણી…કરીએ એની મુલવણી)
કોઠારી કમીશને સુંદર કહ્યું હતું કે. ” ભારતનું ભાવી એના વર્ગખંડોમાં ઘડાય રહ્યું છે ” તો બીજું વાક્ય પણ એટલું જ ગમે કે ” મૂલ્યો શીખવી શકાતા નથી એ આત્મસાત કરવાની વસ્તુ છે.

” આ વિધાનો સાથે નવી શિક્ષણનીતિનો વિચાર જોડું તો સૌથી અગત્યનાં ધ્યેયોમાં કલા કૌશલ્ય અને જીવનલક્ષી કેળવણી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે અમારી શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામાં સતત અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે…

વધું એક સંવેદના અને સેવાના ગુણો આત્મસાત કરતાં શાળાની 30 થી વધુ દીકરીઓએ રોટલી સ્પર્ધામાં ભાગ લીધો અને અદભૂત અને નિરામય દ્રશ્યો સર્જાયા….એકસાથે ગ્રામીણ સંસ્કૃતિનું દર્શન…એ ચુલા…એ મંગાળા…એ બળતણ …એ તાવડિયુ…

એ ફુકણિયા…કથરોટ…પાટલી…વેલણ….ને ભુલકાઓના તાળિઓના કલશોર સાથે રોટલી સ્પર્ધા શરું થઈ…શાળાના પાંચ ઉત્સાહી શિક્ષિકા બહેનો સાથે સમગ્ર શાળા પરિવારે બાળકોને મોજ લાવી દીધી….30 મિનિટમાં જેમણે સૌથી વધું અને સારી રોટલી બનાવી એવી 8 દીકરીઓને નંબર આપી ઈનામો સાથે બીરદાવવામાં આવી અને દરેક દીકરીઓને બીરદાવવામા આવી…..

ખૂબ આનંદ સાથે જણાવું તો શાળાની દીકરીઓએ રોટલી સ્પર્ધામાં બનાવેલી રોટલીઓ અને શાળાનાં દરેક ભુલકાઓ ઘર દીઠ ત્રણ રોટલીઓ લાવેલા આ હજારથી વધુ રોટલીઓ ભેગી કરી શાળાના બાળકોએ રેલી સ્વરુપે “સાચી સેવા જીવદયા” એક રોટલી ભૂખ્યાને…એક રોટલી ગાયને…એક રોટલી કુતરાને…..

આવા નારા સાથે સાથે સદભાવના …સંવેદના અને સેવાના ગુણોની સરવાણી વહાવી….. આખું ગામ આ ભુલકાઓની સેવાને જોય રહ્યો….આખા ગામની તમામ શેરીઓના કુતરાઓ અને ગાયોને રોટલીનો પ્રસાદ આ બાળદેવોએ ખવડાવી જીવન ઘડતરનો એક ઉત્તમ પાઠ આત્મસાત કર્યો….આ છે ચાર દીવાલોની બહારનું સાચું શિક્ષણ…….આ છે સરકારી શાળા શ્રેષ્ઠ ચાચરીયા પ્રાથમિક શાળા…બાળદેવો ભવ….જય દ્વારકાધીશ……

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *