Latest

નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ.ચૉધરી ના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ ની ખ્યાતિ પ્રાપ્ત બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ નિષ્ણાત ડોકટરોની ટીમે સેવા પ્રદાન કરી હતી.

જેમાં ડૉ. હુસૈન ભાટિયા, ડો.વૈશાલી રોહિત, ડો.વિવેક વાઘેલા, રાજેશ પરમાર, હેમા પરમાર અને સ્મિત વસાવા એ વિવિધ દર્દીઓની તપાસ કરી સેવાઓ પૂરી પાડી હતી. આ મેગા કેમ્પમાં બ્લડ સુગર, બ્લડ પ્રેસર, ECG, BMD સેવાઓ ઉપલબ્ધ હતી.

આ કેમ્પમાં નબીપુર પોલીસ સ્ટેશન ના સમગ્ર સ્ટાફ સહિત સ્ટાફ પરિવાર અને ગ્રામ્ય જનોએ પોતાનું મેડિકલ ચેક કરાવી સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે નબીપુર ગામના ડેપ્યુટી સરપંચ ઇકરામભાઈ દસુ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નો સમગ્ર સ્ટાફ પણ સેવામાં વ્યસ્ત હતો. નબીપુર હોસ્પિટલના ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી એ કેમ્પને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંપૂર્ણ તૈયારી કરી હતી. નબીપુર ના પી.એસ. આઈ. એ કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *