સાવરકુંડલાને શુદ્ધ પીવાનું પાણી આપવાનો ધારાસભ્ય કસવાલાનો સંકલ્પ સિદ્ધ થશે
૪૮ જેટલા બોરવેલ દ્વારા ૮૦૦ ફૂટ ઊંડેથી મળતુ ફ્લોરાઈડ યુક્ત પીવા ના પાણી થી સાવરકુંડલા ની જનતા ને મળશે મુક્તિ – શ્રી કસવાલા
એક જાગૃત ધારાસભ્ય દ્વારા સાવરકુંડલાને વર્ષો બાદ શુદ્ધ પીવાના પાણીની મળશે ભેંટ, શુદ્ધ પીવાના પાણીના કારણે લોકો ના જીવન વધારે આરોગ્યપ્રદ બનશે : શ્રી દિલીપભાઈ સંઘાણી
સાવરકુંડલામાં ૭ કિલોમીટર સુધી શેલ દેદુમલ ડેમ માંથી પાણી સાવરકુંડલા ફિલ્ટર પાણી પ્લાન્ટમાં નાખવામાં આવશે અને સાવરકુંડલાના તમામ વિસ્તારોમાં તેનું વિતરણ થશે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની મુખ્ય સમસ્યા હતી કે ૮૦૦ ફૂટે જમીનમાં નીચે પાણી છે તે પાણી પીવા લાયક ન હતું દાર ના કારણે વર્ષોથી રેગ્યુલર પાણી હોય કે ન હોય તેની સમસ્યા ખૂબ મોટા પાયે હતી
આનું નિરાકરણ લાવવા માટે અને સાવરકુંડલાને એક જ ટાઈમે શુદ્ધ પાણી અને ફિલ્ટર પાણી મળી રહે. તમામ વોર્ડ ની અંદર પાણી અંડર ગ્રાઉન્ડ ટેન્ક અને પાણીના ટાંકા એમાં પાણી સ્ટોરેજ થઈ શકે અને શુદ્ધ પાણી મળી રહે તે અંતર્ગત સાવરકુંડલામાં શેલ દેદુમલ ડેમમાં નર્મદાના નીર આવશે
અને તેમાંથી પાણી સાવરકુંડલા સુધી લાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રજૂઆતો કરી અને આજ રોજ રૂ.૧૯ કરોડનુ જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમા ખાદી કાર્યાલય (માર્કેટિંગ યાર્ડ) વિસ્તાર: ૮,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સંપ અને ૫,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ૨૦ મીટર ઉંચી પાણીની ટાંકી, કુંડલા સ્મશાન તથા હાથસણી રોડ: ૧૦,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી અંડરગ્રાઉન્ડ સંપ અને ૫,૦૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ૨૦ મીટર ઉંચી પાણીની ટાંકી, હાથસણી: શેલ દેદુમલ ડેમમાં નવા કુવાનું નિર્માણ, શેલ દેદુમલ ડેમમાં કુવાથી ડબલ્યુ ટીપી સાવરકુંડલા હાથસણી રોડ સુધી ૬૦૦ એમ.એમ ડાયા મીટરની પાઇપલાઇન, ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક પીવીસી પાઇપલાઇન વર્ક કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાવરકુંડલાના નાગરિકોને સતત અને પૂરતો પાણી પુરવઠો મળશે. આ સાથે જ પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી દિલીપભાઇ સંઘાણી ચેરમેનશ્રી ઇફકો ન્યુ દિલ્લી અને એન.સી.યુ.આઇ. ન્યુદિલ્લી, શ્રી મહેશભાઇ કસવાલા ધારાસભ્યશ્રી સાવરકુંડલા/લીલીયા, શ્રી અશ્વીનભાઇ સાવલીયા ચેરમેનશ્રી અમર ડેરી, કુ.ભાવનાબેન ગોંડલીયા ચેરમેનશ્રી ભાગ્યલક્ષ્મી મહીલા કો.ઓ૫ સોસા.લી., શ્રી જીવનભાઇ વેકરીયા પ્રમુખશ્રી તાલુકા ભાજ૫, શ્રી મેહુલભાઇ ત્રિવેદી પ્રમુખશ્રી નગરપાલીકા, શ્રી અશોકભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન, શ્રી પ્રવીણભાઇ સાવજ પ્રમુખશ્રી શહેર ભાજ૫, શ્રી વિજયસિંહ વાઘેલા તેમજ રાજેશભાઈ નાગ્રેચા મહામંત્રી શહેર ભાજપ, શ્રી જયંતીભાઇ પાનસુરીયા ચેરમેનશ્રી અમેરલી જીલ્લા સહકારી ખ.વે.સંઘ, શ્રી દિપકભાઇ માલાણી ચેરમેનશ્રી એ.પી.એમ.સી, પ્રતિકભાઈ નાકરણી, હરીભાઈ ભરવાડ સહીતના નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.