Latest

અમદાવાદમાં યોજાયેલ નારાયણી સંગમ મહિલા સંમેલન કાર્યક્રમમાં 1500થી વધુ મહિલાઓની ભવ્ય ઉપસ્થિતિ

અમદાવાદ, સંજીવ રાજપૂત: નારાયણી સંગમ પશ્ચિમ શ્રી હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન શ્રી શક્તિ કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું.

આ આયોજનમાં ૧૫૦૦ થી વધુ સાધારણ થી લઈને અસાધારણ સિદ્ધી ધરાવતી મહિલાઓ હાજર રહી હતી. મુખ્ય અતિથિના રૂપે વિશેષ રૂપે  પુનરુથાન ઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક એવાગીતાબેન  ગુંડેની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સગુરુ સ્મિતા શાસ્ત્રીની વિધાર્થીનીઓ દ્બારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી.

શ્રી શક્તિ કન્વેશન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ, સ્ત્રી રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ –ઊઝાં ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલજાતાઈ અંધારેની પ્રરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો ,સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર આજે ચિંતન ,વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું.

શ્રી ઈન્દુમતી તાઈએ આજના સમયે બાળ ઉછેરમાં મહીલોનું ઘટતા યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આજની મહિલા કોર્પોરેટની જોબ કરે તે ઉત્તમ છે પણ તે સાથે બાળકની સાચી કેળવણી કરવામાં સંસ્કાર કેન્દ્ર અને નર્સરી શાળાના ભરાશે જે રીતે છોડી રહીયા છે તે આવનાર સમય એક મોટો પડકાર છે”.કરી હતી

કોર્પોરટ થી લઈને શાળાઓમાં શરુ થયેલા નવા સમાન ડ્રેસ કોડને કારણે સમાજમાં જાતિમાં ભેદભાવ દુર કરવામાં ફક્ત પેન્ટ -શર્ટ શા માટે પહેરાવામાં આવે છે? કેમ પુરુષો મહિલાના કપડા નથી પહેરતાં? પુરુષ સમોવાળી થવામાં તે એનું સ્ત્રીત્વ ધીમે ધીમે ઘુમાવી રહી છે.
ગીતાબેન આજના સમયે મહિલાઓને જ નહિ પુરુષની કેળવણી કરવાની આજના સમયની માંગ પર ભાર મુક્યો હતો..

લગ્નબાદ અને બાળક બાદ મહિલાઓએ કરિયર અને પરિવાર વચ્ચેપસંદગી કરવી પડે તેવું “ના” બને તે જરૂરી છે. લગ્ન બાદ નવા પરિવારના સૌ સભ્યોએ ઘરની સ્ત્રીને તેની તમામ જવાબદારી સાથે કરિયર અને બાળકના લાલન પાલનમાં  મદદરૂપ થવું જોઈએ. એક માં પોતાની દીકરી માટે કરે તેજ પોતાની વહુ માટે કરે તે સમાજમાં મહિલાઓના સંઘર્ષમાં આંશિક રાહત રહશે. સમાપન સત્ર માયાબેન કોડાનાનીએ મહીલાઓના સ્વાસ્થ્ય સંબધી પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માહિતગાર કર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 544

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *