Latest

નારી સંરક્ષણ ગૃહની સિદ્ધિમાં ઉમેરાયું વધું એક મોરપીંછ

લગ્ન માટે આનુષગીક ખર્ચ સરકાર તરફથી મળવાથી દિકરી નીનાબેનના લગ્નનું સપનું થયું સાકાર

તંત્રએ પાલકપિતા બની કરાવ્યા લગ્ન

લગ્ન જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપુર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થનાર ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે.

આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકાર રૂપ પ્રશ્ન છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ આવી દિકરીઓને પણ વ્હારે  તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે.

નારી સંરક્ષણ ગૃહો કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દિકરી ના લગ્ન ભાવનગરમાં  તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ થયેલ છે.

નારી સંરક્ષણ કેન્દ્ર, ભાવનગરના આશ્રિત દીકરી શ્રી નીનાબેન જે ૨૯ વર્ષિય છે તેમના લગ્ન શ્રી પરમાર આતીષભાઈ શાંતિલાલ જે ભાવનગરમાં ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે તેમના સાથે થયેલ છે. દિકરી નીનાબેન નાનપણથી અલગ-અલગ સંસ્થાઓમાં ઉછરેલ હતી અને છેલ્લા ૧૨ વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે વસવાટ કરે છે. આવી આશ્રિત દિકરીને સરકારની સહાયથી જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં મદદ મળેલ છે.

આ તકે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલા જણાવે છે કે, “નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રોના આશ્રિત બહેનોને લગ્ન અંગેની સહાય વર્ષ ૨૦૨૨-૨૩ સુધી રૂ. ૨૦,૦૦૦ આપવામાં આવી હતી જે વર્ષ ૨૦૨૩-૨૪ માં વધારીને રૂ. ૧,૫૦,૦૦૦/- કરેલ છે. પ્રશંશનિય છે કે રૂ. ૫૦૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦૦૦૦/- નાં નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦૦૦૦/- લગ્ન માટે આનુષગીક ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવેલ છે  જેનાં થકી અનેક આશ્રિત બહેનોને સહાય પ્રાપ્ત થાય છે.”

વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાત સરકારના આ હકારાત્મક અભિગમ દ્વારા અનેક દિકરીઓને આર્થિક સહાય મળી રહે છે અને લગ્નને લગતી અનેક ચિંતાઓથી મુક્તિ મળે છે જેને તે બિરદાવે છે.

આ પ્રસંગે મેયર શ્રી કિર્તીબાળા દાણીધારીયા, શ્રી કે કે નિરાલા સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર. સુશ્રી ઇલાબા રાણા પ્રાદેશિક નાયબ નિયામક,(ICDS),અમદાવાદ. શ્રી બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી, ભાવનગર, શ્રી યુવરાજ સિદ્ધાર્થ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણા, સુશ્રી કિરણ એચ. મોરિયાણી, જિલ્લા મહિલા અને બાળ  ભાવનગર સુશ્રી શારદાબેન દેસાઈ,પ્રોગ્રામ ઓફિસર, (ICDS), ભાવનગર ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *