Latest

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી ૮/૧૦/૨૦૨૪ સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન હાથ ધરાયેલ છે. જેના ભાગરૂપે ટાઉનહોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ

જે કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પણ કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ઉદ્ઘાટન સમારોહમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી,જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તેમજ કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યઓ દ્વારા નશાબંધી અને આબકારી ખાતાને વ્યસનમુક્તીના કાર્યક્રમ કરવા બદલ અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવાની સાથે ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ હતી.

કાર્યક્રમ અંતર્ગત નવાનગર ક્રિકેટ એકેડમીના યુવા ક્રિકેટરો દ્વારા ટાઉનહોલથી શરૂ કરી લીમડા લેન થઈ ટાઉનહોલ સુધી વ્યસનમુક્તિના સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું જ્યારે જાયન્ટસ ક્લબ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી જેનું લીલી ઝંડી બતાવી જાયન્ટસ ક્લબના પ્રમુખ રમેશભાઈ ભટ્ટ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષક સહદેવસિંહ વાળા દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું.આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામક એલ. એમ. ડિંડોરના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગર તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરાયું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *